પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય
પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય
સદા એ હસતો ચહેરો છે પ્રકૃતિનો અહીં,
આપણા જ ભીતરી ભાવમાં મિલાવટ ઘણી.
નથી સ્વાર્થ કે નથી કોઈ જ વેપાર અહીં,
છતાં બગીચે ખિલતી રોજ કળીઓ ઘણી.
થયો હતો જન્મ હતા નિર્દોષ ઝરણાં જેવા,
પ્રેમ ના ઢાળે ઢળતી નિસ્વાર્થ નદીઓ ઘણી.
ગગનમાં ઉડતા પંખીના સ્વાર્થ હીન ચહેરા,
કોયલના ઈંડા સેવતી કાગડી ઓ છે ઘણી.
જંગલમાં વસે સસલા શિયાળને સિંહ વાઘ,
હિંસક માં પણ અહિંસા ની માત્રા છે ઘણી.
સુરજ ચંદ્ર ને તારા સૌ ખુદના બળે પ્રકાશે,
લેવા કરતાં દેવાની તેમાં સદ વૃતિ છે ઘણી.
સ્વાર્થના મુખોટા પહેરેલા ચહેરાનો માનવી,
મારું તારું ના નામે અહમની બેઈમાની ઘણી.
Also read : પગ ના તળિયા બળવા ના કારણો અને બળતરાના ઘરેલુ ઉપચાર