આટલી છે માણસની ઓકાત

ગુજરાતી શેરો શાયરી

આટલી છે માણસની ઓકાત

ધી નો એક લોટો અને,
લાકડા ઉપર લાશ,
થઈ થોડા કલાકમાં રાખ,
બસ આટલી છે
માણસની ઓકાત…

????

એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
“અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત”
બસ આટલી છે
માણસની ઓકાત…

????

મર્યા પછી નીચે જોયું
નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
રડતાં હતાં
“નથી રહ્યા, જતાં રહ્યાં”
ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
માણસની ઓકાત…

????

છોકરો સારો ફોટો બનાવશે
સામે અગરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
અશ્રુ ભરી શ્રધ્ધાંજલિ હશે
પછી એ ફોટા પર
ઝાળા પણ કોણ કરશે સાફ
બસ આટલી છે
માણસની ઓકાત…

????

આખી જીંદગી
મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
જશો ખાલી હાથ
બસ આટલી છે માણસની ઓકાત

ગુજરાતી કવિતા વાંચવા માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *