નિવૃત્તિ સમયે સંભાળવો વડીલો ને આ હાસ્ય કવિતા
નિવૃત્તિ સમયે સંભાળવો વડીલો ને આ હાસ્ય કવિતા
ટેન્શન , ટેન્શન , ટેન્શન…
છોડી દ્યો આ બધું ટેન્શન.
ખાઓ પીઓ જલસા કરો ,
મોજ થી ઉડાઓ પેન્શન.
હુકુમ ચાલે છે ત્યાં સુધી
કરી લ્યો હકુમત , ભાઈ.!!
પછી, બૈરા છોકરાઓ પણ
નહિ માને કોઈ સજેશન.!!
ગુસ્સે થવાની ,ગુસ્સો કરવાની
ઉમર તો ગઈ હવે..!!
કોઈ સોરી કહે તો પણ ,
શાંતિથી કહેજો નો મેન્શન..!!
હાથમાં છે વહેવાર ત્યાં સુધી
રાખો બધુય હસ્તગત ,
પછી પાણી માટેય પૂછવું પડશે,
એવી થશે પોજીશન..!!
શરતોમાં જીત્યો છું ને ,
શરતોમાં ઘણું હાર્યો છું..!!
હવે કહો જિંદગી ને ,
ડોન્ટ એપ્લાય એની કંડીશન..!!
ગુમાવ્યું એનો ગમ ના કરો ,
મળ્યું છે એમાં મોજ કરો ,
કેમ કે , ક્યારે હાર્ટ બેસી જશે,
વિધાઉટ એની ઇન્ફોર્મેશન..!!
ક્યારેક પાપ કર્યા હોય તો
એનું કરી લેજો પ્રાયશ્ચિત..!!
ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,
વિધાઉટ એની ઓબ્જેકશન..!!
દોડ ધામ ચિંતા ઉતાવળ ,
મેલો અભરાઈ એ આ ભૂતાવળ,
બીપી , સુગર ને કહો રુક જાઓ,
આગળ નથી કોઈ પરમીશન..!! .
મુત્યુ આવે તો મરવાનું મજાથી ,
ડરવાનું નહિ ખુદાની સજાથી,
અને હસ્તે મોઢે હાલતા થવાનું ,
આપ્યા વગર કોઈ ઓપ્શન..!!
Also read : પત્નીને અર્ધાંગિની કેમ કહેવાય છે : ગુજરાતી હાસ્ય લેખ