બાળપણ ની પ્રેરણાદાયક કવિતા : એક ઈડરનો વાણીયો

મૌન સમજ્યા હોય એ

બાળપણ ની પ્રેરણાદાયક કવિતા : એક ઈડરનો વાણીયો

એક ઇડરનો વાણીયો, ધુલચંદ એનું નામ ,
સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ!
રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ,
જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ.
પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો એને વિચાર,
‘નથી કડી હું એકલો સાથી મારે બાર !’
એવે ઝાડી સળવળી, ચમક્યા ચોરો ચાર,
‘ખબરદાર ! જે હોય તે આપી દે આ વાર ‘
કહે ધૂલચંદ એ ચોરને : ‘અલ્યા નથી હું એક,
બાર જણા લઇ નીકળ્યો, કરજો કાંક વિવેક !
‘કાલે કરજે ટાયલી ! આજે દઈ દે માલ‘
એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ!

ફૂલ બનીશ તો કચડાઈ જઈશ
બાળપણ ની પ્રેરણાદાયક કવિતા


ધૂલચંદ કુદ્યો કોથળો વીંઝે સબોસબ!
હતા કોથળે કાટલાં વાગે ધબોધબ,
ચોરો ખીઝ્યા, એમના ધુલચંદ્ ખાળે ઘાવ ,
ક્યાંથી રે! આ વાણીયો શીખ્યો આવા દાવ?
આઘું પાછું નાં જુએ, ધુલચંદ ખેલે જંગ,
બોલે : ‘ હું નહિ એકલો, હવે બતાવું રંગ !’
ચોરો ચોક્યા, એકમાં હોય આટલું જોર,
બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર !
એમ વિચારી બી ગયા, નાથા એકી સાથ,
ધુલચંદ હરખ્યો : વાહ! મેં ઠીક બતાવ્યો હાથ!
વાટ જડી, ધુળો ગયો, જાવું’તું જે ગામ,
વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ!
ધૂલચંદ ની આ વાર્તા, પૂછે બાળ તમામ :
‘ કોણ બાર તમે હતા? હવે ગણાવો નામ ,
ધુલચંદ કહે : ‘ આ હાથ બે, બે આંખો, બે પાય,
ચાર-કાટલા કોથળે, મળી એમ દશ થાય !
છેલ્લા સાથી બે ખરા – હિંમત અને વિશ્વાસ
એ બે વિના વિના બીજા બધા થાય નકામાં ખાસ !

Also read : મારા જ કત્લ માટે તલવાર માંગતો’તો : એક ગુજરાતી કવિતા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *