દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે

દીવા ની જ્યોત

ગુજજુમિત્રો, બધાં તહેવારો ની રાણી આવી રહી છે, હા, આપણાં બધાનો ફેવરીટ તહેવાર એટલે કે દિવાળી આવી રહી છે. આજની આ કવિતા માં હું તમને કહેવા માગું છું કે દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દો. પણ માત્ર ઘરની જ નહીં, તમારા દિલની પણ. વાંચો આ હૃદયસ્પર્શી કવિતા.

દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,

જો હૃદય ના માળીયે જૂની નફરતો છે,
ઉતારી ને ઘર ની બહાર ફેંકી દે,

હાસ્ય ના તોરણ પેક પડ્યા છે,
ખોલી ને દરેક બારણે લગાવી દે,

નિરાશાઓ ના કોઈ ફાનસ હોય તો જવા દે,
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,

જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,

એ ગરીબ ની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની સાથે એક ચોકલેટ આપી દે,

અને બાજુવાળા ની ઈર્ષ્યા હવે છોડી દે,
‘હું’ ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,

કલર લાગણી નો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,

દીવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

ગુજજુમિત્રો, જો તમને આ કવિતા ગમી હોય તો તેની લીંક તમારા સ્નેહીજનો ને જરૂરથી મોકલાવજો. તેમજ અમારા બ્લોગના અન્ય પોસ્ટને પણ નિયમિતપણે વાંચતાં રહેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *