મારા જ કત્લ માટે તલવાર માંગતો’તો : એક ગુજરાતી કવિતા
મારા જ કત્લ માટે તલવાર માંગતો’તો : એક ગુજરાતી કવિતા
❛❛મારા જ કત્લ માટે તલવાર માંગતો’તો,
સામેથી કોઈ પાસે હું પ્યાર માંગતો’તો!
હૈયું કઠણ કરીને મેં ‘ના’ જ પાડી એને,
પોચું છે કાળજું ને અખબાર માંગતો’તો!
સાધુ થવાની ઈચ્છા એ જોઈને મરી ગઈ,
એક સાધુ કરગરીને સંસાર માંગતો’તો!
કોઈ હૃદયનો કેવળ નાનકડો એક ખૂણો,
એથી વધારે ક્યાં હું વિસ્તાર માંગતો’તો!
ઘેલું ગઝલનું લાગ્યું તો લાગ્યું એ હદે કે,
હું દર્દ માંગતો’તો, ચિક્કાર માંગતો’તો!
માઠી દશા કોઈને આવે કદી ન આવી,
ખુદ જામ થઈ હું એને પીનાર માંગતો’તો!❜❜
~ સંદીપ પૂજારા
Also read : દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું