સીનીયર સીટીઝન તો તેને રે કહીયે
સીનીયર સીટીઝન તો તેને રે કહીયે, જે મોજ પોતાની માણે. રે… !!
ખાઈ પીઈ ને જલશા કરે, બીક કદી ન રાખે રે … !!
ભલે રહ્યા દિવસો થોડા, એની ગણતરી ન માંડે રે … !!
પૈસો પોતાનો પાસે રાખે, કોઈની આશા ન રાખે રે …!!
હિંમત હૈયે હરદમ રાખે, હરી ભરોસે હાલે રે …!!
અભિમાની ને અળગા રાખે, નફફટ થી ન નાતો રે….!!
સકળલોકમા સહુથી ચેતે, ચાલે પોતાની રીતે રે… !!
અપલક્ષણા ને આઘા રાખે, લોભી લાલચી ને ટાળે રે … !!
નહીં કદી ઈ કોઈનું અપમાન કરે, મસ્કો કોઈને ન મારે રે …!!
મોહ માયા ને આઘા રાખે, જંતર મંતર ટાળે રે … !!
બકતા ઠગતા નો સંગ ન રાખે, વાતો માં ન આવે એની રે …!!
સીનીયર સીટીઝન તેને કહીયે, જે મોજ પોતાની માણે રે .. !!
Also read : કાન નો દુખાવો થાય ત્યારે અજમાવો આ અકસીર ઘરેલુ ઉપચાર