એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે

નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે;
કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે!

ઉદાસીમાંય ખુશ દેખાડવાનો છે કસબ હાંસિલ,
હૃદય માટે આ ચહેરો એટલે ગુમાન રાખે છે.

ખબર એની નથી ગોદામમાં શું શું ભરેલું હોય?
છતાં એ હોઠ પર તો સ્મિતની દુકાન રાખે છે!

પછી ઉપચાર જખ્મોનો સરળતાથી નથી થાતો,
સ્મરણને એ જ કારણથી એ કાયમ મ્યાન રાખે છે.

દિલાસો આપશે, ઉમ્મીદ રાખી કહું બધીયે વાત,
ખબર છે ભીંત ઘરની એની ભીતર કાન રાખે છે.

સ્વભાવે શાંત છું – એ રીતની ઓળખ ભલે મારી;
ગમે છે ખૂબ! એની આંખ જે તોફાન રાખે છે.❜❜

એરોમા થેરાપી : સ્વસ્થ શરીર અને મન માટે એરોમા ઓઇલ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *