વગર પીધે અહીંયા સૌ નશામાં છે

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે

વગર પીધે અહીંયા સૌ નશામાં છે

તું મારી છોડ જગત આખું હવામાં છે
વગર પીધે અહીંયા સૌ નશામાં છે.

ચમત્કારોની બસ આદત પડી ગઈ છે
ને ઈશ્વરથી વધુ શ્રધ્ધા ભૂવામાં છે.

સૂરજ ઊગતો નથી કોઇની સમજણમાં
જે જાગે છે તે પણ ઊંઘી જવામાં છે.

જગતને મેં, મને જગતે મારી ઠોકર
બેઉના હાલ બેઉની દશામાં છે.

ઝમીર મારું રહે કાયમ એ માગું છું
અને બે હાથ ઊઠેલા દુઆમાં છે.

હવે થાક્યો છું જનમોના હું ચક્કરથી
હજીયે બાકી શું મારી સજામાં છે.

હરીશ જે બોલે એનાં બોર છો વેચાય
ખરા નવગુણ ન બોલી વેચવામાં છે.❜❜

~ હરીશ ધોબી

Also read : પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની અણમોલ સલાહ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *