નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું

ગુરુની કૃપા

નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું

❛❛થયો હું પૂર્ણ જ્ઞાની ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું-
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું.

મળી પાંખો તો આંખોમાં સકળ આ આસમાન આવ્યું,
તૂટી પાંખો તો ઘરતીને ખૂણે અલ્લાહનું ધ્યાન આવ્યું.

અધૂરો રહી ગયો હું, પૂર્ણ થાવાની ઉતાવળમાં,
મૂકેલું ધોધ નીચે પાત્ર જોતાં, મુજને ધ્યાન આવ્યું.

આ વૈભવની ગગનચુંબી ઈમારતોની અગાસી પર –
અચાનક, યાદ વર્ષોથી ભૂલાયેલું ઈમાન આવ્યું.

હતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા –
મને આડું સ્વમાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું.

કિનારો નાવ ને નાવિક; ગયા અન્યોના હિસ્સામાં –
અમો નાદાનના ભાગે તો કેવળ આ તૂફાન આવ્યું.

સફર થઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં;
પ્રથમ તારું મકાન આવ્યું, પછી સીધું સ્મશાન આવ્યું.

ચરમ સીમા હતી ‘કાયમ’, એ મારી કમનસીબીની
જીવનમાં અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું!❜❜

  • કાયમ હઝારી

મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં : જીવન પ્રેરક ૧૦ સુવિચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *