મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન
મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન
શું તમે જાણો છો કે મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? આ કોઈ કવિની કલ્પના નથી પણ વિજ્ઞાન નું તથ્ય છે. કેવી રીતે? ચાલો સમજીએ. જ્યારે સ્ત્રી સગર્ભા હોય ત્યારે, બાળકના કોષો માતાના લોહીના પ્રવાહમાં સ્થળાંતર કરે છે અને પછી બાળકમાં ફરી પાછા ફરે છે, તેને “ભ્રૂણ-માતૃત્વ માઇક્રોકાઇમરિઝમ (fetal-maternal microchimerism)” કહેવામાં આવે છે.
સગર્ભા અવસ્થા માં કોષો નું આદાન પ્રદાન
41 અઠવાડિયા સુધી, કોષો આગળ – પાછળ ફરતા રહે છે અને ભળી જાય છે, અને બાળકના જન્મ પછી, આમાંના ઘણા કોષો માતાના શરીરમાં રહે છે, માતાના પેશીઓ, હાડકાં, મગજ અને ચામડીમાં કાયમી છાપ છોડી દે છે અને ઘણીવાર દાયકાઓ સુધી ત્યાં જ રહે છે. માતાએ જન્મ આપેલું દરેક બાળક માતા ના શરીર પર સમાન છાપ છોડશે. જો સગર્ભાવસ્થા પૂર્ણ અવધિ સુધી ન જાય અથવા જો તમારો ગર્ભપાત થયો હોય, તો પણ આ કોષો તમારા લોહીના પ્રવાહમાં સ્થાનાંતરિત થાય છે.
ગર્ભ માં રહેલું બાળક પણ મા ની રક્ષા કરે છે
સંશોધન દર્શાવે છે કે જો માતાના હૃદયને ઈજા થાય છે, તો ગર્ભના કોષો ઈજાના સ્થળે દોડી જાય છે અને હૃદયને સુધારવામાં સક્ષમ હોય એવા વિવિધ પ્રકારના કોષોમાં બદલાઈ જાય છે. જ્યારે માતા બાળકને બનાવે છે, ત્યારે બાળક માતા ને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. કેટલી સરસ વાત છે ને!
મા અને બાળક નો પ્રેમ
આ કારણે ઘણી વખત ગર્ભાવસ્થા દરમિયાન અમુક બીમારીઓ અદૃશ્ય થઈ જાય છે. તે અવિશ્વસનીય છે કે કેવી રીતે માતાનું શરીર દરેક કિંમતે બાળકનું રક્ષણ કરે છે, અને બાળક માતાનું રક્ષણ અને પુનઃનિર્માણ કરે છે – જેથી બાળક સુરક્ષિત રીતે વિકાસ કરી શકે અને જીવી શકે.
અવનવું ખાવાની ઈચ્છા – પ્રેગ્નનસી ક્રેવીંગ
એક ક્ષણ માટે એ craving એટેલે કે પ્રેગ્નન્સી માં અવનવું ખાવાની તીવ્ર ઈચ્છા વિશે વિચારો. કહેવાય છે કે બાળક એ ખાવાની ઈચ્છા વ્યક્ત કરે છે જેના પોષક તત્ત્વો માતા ના શરીરમાં નથી હોતા, માતા ની ઉણપને પૂરી કરવા માટે બાળક વિશેષ સ્વાદ વાળા ભોજન ની ઈચ્છા રાખે છે. એટલે જ માતા ને કઈક ખાવાની તાલાવેલી લાગતી હોય છે.
દૂર રહેલા બાળક ની લાગણી મા કેવી રીતે જાણે છે?
અભ્યાસોએ જન્મ આપ્યાના 18 વર્ષ પછી માતાના મગજમાં ગર્ભના કોષો પણ દર્શાવ્યા છે. એટલા માટે જ જો તમે માતા છો તો તમે જાણો છો કે તમારું બાળક દૂર હોય ત્યારે પણ તમે સ્વાભાવિક રીતે અનુભવી શકો છોકે ત કોઈ તકલીફ માં છે અથવા તે બહુ ખુશ છે. હવે એવા વૈજ્ઞાનિક પુરાવા છે કે માતાઓ તેમને જન્મ આપ્યા પછી પણ વર્ષો અને વર્ષો સુધી તેમને કોષ ના રૂપે પોતાની અંદર રાખે છે. કેટલી સુંદર વાત છે ને!
Also read : ભણતા વિદ્યાર્થીઓ ની યાદશક્તિ કેવી રીતે વધારવી – ૨ સરળ પ્રયોગ