મારી માએ કદી ગણ્યું જ નહીં : મા તુજે સલામ
મારી માએ કદી ગણ્યું જ નહીં : મા તુજે સલામ
જીવનની તાવડી પર
સંસારની રોટલીઓ
શેકતા શેકતા
આંગળીમાં કેટલાં ચટકા લાગ્યા
માએ કદી ગણ્યું જ નહી
પતિની સાથે સાથે બાળકોની
સંભાળ રાખતા રાખતા
વડીલોનું માન રાખતા રાખતા
કેટલી વખત ઝુકી હશે
માએ કદી ગણ્યું જ નહી
નાનીઅમથી ભૂલ થાય એટલે
ઘરના લોકોની, બહારના લોકોની
ખરીખોટી સાંભળી પણ લીધી
કાળજાનાં કેટલાં કટકા થયા
માએ કદી ગણ્યું જ નહી
એક માટે બીજા માટે
આની માટે એની માટે
જીવતા જીવતા
એ પોતાની માટે કેટલું જીવી
માએ કદી ગણ્યું જ નહી
પક્ષી માળેથી દૂર ઊડી ગયાં
માને માળામાં જ છોડી ગયાં
ઐશ્વર્યની થઈ ઘેલી સંતાન
માને ખુદને કેટલું મળ્યું માન
માએ કદી ગણ્યું જ નહી
મા તુજે સલામ!