હાઈ બ્લડ પ્રેશર ના ૨૦ સરળ અને અસરકારક ઉપાય
ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં સર્વ સામાન્ય બની રહેલા હાઈ બ્લડ પ્રેશર વિષે અમુક પ્રેકટીકલ માહિતી સંક્ષિપ્તમાં આપી રહી છું, સાથે સાથે તેના એવા ઉપાયો પણ જણાવી રહી છું જે સરળ અને અચૂક છે. મને આશા છે કે તમને મદદરૂપ થશે.
હાઈ બ્લડ પ્રેશર એટલે શું?
જ્યારે વ્યક્તિ અસંતુલીત આહાર વિહાર નું સેવન કરે છે ત્યારે તેની અંદર કફ અને મેદની વૃદ્ધિ થાય છે. આ કફ અને મેદ ધમનીઓ માં જમા થઈને થર ની જેમ સ્થિર થઈ જાય છે. ધમનીઑનું કામ છે કે તે શરીર ના બધા અંગો સુધી ઑક્સીજન લઈ જાય પણ આ થર ને કારણે સંવહન ની આ ક્રિયા માં વધારે જોર પડવાથી લોહીનું દબાણ વધી જાય છે.
હાઈ બ્લડ પ્રેશર થવાના મુખ્ય કારણો
- હાઈ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ મેદ હોય છે. એટલે જ જે લોકોમાં મેદસ્વિતા વધારે હોય છે તેમના માં બીપી થવાની સંભાવના વધી જાય છે.
- જે લોકો આરામ વાળું જીવન જીવ છે, શારીરિક શ્રમ નથી કરતાં, કોઈ પ્રકારની કસરત, કે શારીરિક હલનચલન પર ધ્યાન નથી આપતા, તેમણે પણ બીપી થવાની શક્યતા વધારે છે.
- વધારે પડતું મસાલાયુક્ત, તળેલું ખાવા વાળા લોકો પણ સાવધાન રહે કારણકે આજકાલ બીપી ની સમસ્યા કોઈપણ ઉમરે થઈ શકે છે. સાથે સાથે પીઝા, મેંદો, ખાંડ પણ નુકસાનકારક છે.
- આજકાલ ગર્ભવતી મહિલાઓને બીપી થઈ જાય છે કારણે કે તેઓ માનસિક રીતે ઘણો તાણ મહસૂસ કરતાં હોય છે. આથી સાબિત થાય છે કે તણાવ અને બીપીને સીધો સંબંધ છે. તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો
હાઈ બ્લડ પ્રેશર ના ૨૦ સરળ અને અસરકારક ઉપાય
- રોજ ૨૦ થી ૨૫ મિનિટ સુધી વ્યાયામ કરો. વજન ઓછું થશે ત્યારે બીપી પણ નોર્મલ થવા લાગશે.
- શક્ય એટલા ફળ, શાકભાજી અને દૂધ નો ઉપયોગ કરો. ઓછા ફેટ વાળા ભોજનથી બીપી ઓછું થઈ જાય છે. ફળોમાં સફરજન, જામફળ, દાડમ, કળા, દ્રાક્ષ, અનાનસ, મોસંબી, પપૈયું ખાવા જોઈએ. સાથે સાથે લીંબુ પાણી, નારિયેળ પાણી, સોયા, અલસી, અને કાળા ચણાનું નિયમિત સેવન કરવું જોઈએ.જમવાની સાથે સલાડ માં ટામેટાં, મૂળા, ગાજર, કાકડી અને કોબી ખાઓ.
- હાઈ બ્લડપ્રેશર ના દર્દીઓ એ પોતાના આહારમાં મૅગ્નેશિયમ, કેલ્શિયમ, અને પોટેશિયમ થી ભરપૂર ખાદ્ય પદાર્થ ખાવો જોઈએ. આ બધા પોષક તત્ત્વો દૂધ, લીલા શાકભાજી, દાળ, સોયાબીન અને સંતરામાં જોવા મળે છે.
- દરરોજ ૨ અખરોટ અને ૪ બદામ પલાળીને ખાઓ.
- દરરોજ પાણી પીવાની માત્રામાં વધારો કરો. વધારે પાણી પીવાથી બીપી નોર્મલ રહે છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?
- ભોજન બનાવવા માટે સોયાબીન તેલનો ઉપયોગ કરો.
- દૂધ પીવો તો ધ્યાન રાખો તેમાં મલાઈ ના હોવી જોઈએ. એવી દરેક વસ્તુથી બચો જે મેદ કરી શકે છે. શક્ય હોય તો ગાયનું દૂધ પીવું.
- ઓમેગા ૩ વાળા ખોરાકને વધારે ખાઓ જેમ કે અખરોટ અને અલસી.
- અથાણું, પાપડ, આજીનોમોટો, બેકિંગ પાઉડર થી બને એટલા દૂર રહો.
- સમયસર ઊંઘ લેવાના મહત્ત્વને સમજો. જો તમે પૂરતા પ્રમાણ આ ઊંઘ લો છો તો બીપી નોર્મલ રહેશે. મોટાભાગે સાંભળવામાં આવ્યું છે કે ઉજાગરા ને કારણે બીપી એકદમ થી ઊંચું થઈ જાય છે.
- શક્ય એટલું ગુસ્સો, તણાવ અને ચિંતા થી દૂર રહો. તમારા મન ની તમારા શરીર અને બીપી પર ખૂબ જ અસર પડે છે. હું સલાહ આપીશ કે જીવન માંથી સંઘર્ષ અને તણાવ દૂર કરવું મુશ્કેલ છે કારણકે ચડતી પડતી તો જીવન નો ભાગ છે. એટલે ધ્યાન, યોગ, પ્રાણાયામ કરીને મનને શાંત રાખો.
- દરરોજ આમળા ના રસમાં એક ચમચી મધ ઉમેરીને સવાર સાંજ લો. આનાથી લાંબા ગાળે બ્લડપ્રેશર માં ફાયદો થશે.
- જ્યારે અચાનક જ બ્લડપ્રેશર હાઈ થઈ જાય ત્યારે, અડધા ગ્લાસ હૂંફાળા પાણીમાં કાળી મરીનો પાઉડર નાંખીને મિક્સ કરી લો. આ મિશ્રણને દર બે કલાકે લેતા રહો.
- હાઈ બ્લડપ્રેશર માં તરબૂચ ફાયદાકારક છે. તરબૂચના બીજ ને અને ખસખસ ને બરાબર માત્રામાં એકસાથે વાટી લો. પછી રોજ એક ચમચી પાણી સાથે લઈ લો.
- એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચવો અને આ પાણીને દર ત્રણ કલાકે એકવાર પીવો. આમાં મીઠું કે ખાંડ નાખવાની જરૂર નથી.
- પાંચ તુલસીના પાંદડા અને બે લીમડા ના પાંદડાંને વાટી લો. તેને એક ગ્લાસ પાણી માં મિક્સ કરીને ખાલી પેટે સવારે પી જાઓ.
- લીલા કુમળાં ઘાસ પર દરરોજ ચંપલ અને મોજા વિના ચાલવું જોઈએ. જ્યારે પગના તળિયા પર ઘાસ નો ઠંડો સ્પર્શ થાય છે ત્યારે આખા શરીરનું બ્લડ પ્રેશર નીચું થવા લાગે છે.
- જો ભાત ખાવાનું મન થાય તો બ્રાઉન ચોખા ખાવા હિતકર છે.
- દરરોજ રાત્રે ૧ ચમચી મેથી ના દાણા ને પાણીમાં પલાળો. રોજ સવારે નયણા કોઠે ચાવી જાઓ.
- દરરોજ એક ટામેટું અથવા એક દાડમ ખાવાની આદત રાખો. બીટ અને મૂળાનું જ્યુસ પીવાથી પણ બીપી નોર્મલ રહે છે. અથવા તમે તાજી પાલક અને ગાજર ના જ્યૂસને પીઓ. જે ઋતુમાં જે ઉપલબ્ધ હોય તે પ્રમાણે જ્યુસ પીતા રહો.
મિત્રો, હાઈ બ્લડ પ્રેશર ઘણું સામાન્ય થઈ ગયુ છે. જો તમને કે તમારા મિત્રોને બીપી ની તકલીફ ના હોય, તો પણ આ હાઈ બ્લડ પ્રેશર ના ઉપાય કરતાં રહેવાથી ભવિષ્યમાં પણ બીપી નહીં થાય. એવા લોકો સચેત રહે જેમના પરિવારમાં વડીલો બીપી ની ગોળીઓ લઈ રહ્યા છે, તેમણે બાળકોને નાનપણથી જ ઉપરના ઉપાયો નું પાલન કરતાં શીખવવું જોઈએ.
Also read : દરરોજ ચાલવા જવાના રસપ્રદ લાભ જાણો અને હંમેશાં તંદુરસ્ત રહો