દરરોજ ચાલવા જવાના રસપ્રદ લાભ જાણો અને હંમેશાં તંદુરસ્ત રહો

દરરોજ ચાલવા જવાના લાભ

દરરોજ ચાલવા જવાના રસપ્રદ લાભ જાણો અને હંમેશાં તંદુરસ્ત રહો

ગુજજુમિત્રો, જેમ જેમ આપણે સતત વૃદ્ધ થઈએ છીએ , આપણે આપણા વાળને સફેદ થતાં (અથવા) ચામડીને કરમાતા (અથવા) ચહેરા પરની કરચલીઓથી ડરવું જોઈએ નહીં. જેમ આપણે વર્ષો થી જીવીએ છીએ, તેમ તેમ દૈનિક ધોરણે વૃદ્ધ થતા જઈએ છીએ.પણ આપણા પગ હંમેશા સક્રિય અને મજબૂત રહેવા જોઈએ. વૃદ્ધત્વ પગથી ઉપર તરફ શરૂ થાય છે. તમારા પગ સક્રિય અને મજબૂત રાખો !!

◼️ યુ.એસ.ના લોકપ્રિય મેગેઝિન “પ્રિવેન્શન” ના સારાંશ મુજબ લાંબા આયુષ્યના ચિહ્નો, લાંબા પગલા ના જીવનની વચ્ચે (ચાલતા રહેવામાં), અને પગના મજબૂત સ્નાયુઓ ટોચ પર છે, જે એક રીતે સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક છે. કૃપા કરીને દરરોજ ચાલો

શું તમે જાણો છો? ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વૃદ્ધ અને યુવાન બંને માટે, નિષ્ક્રિયતા ના બે અઠવાડિયા માં જ, પગના સ્નાયુઓની મજબૂતાઈ તેના ત્રીજા ભાગ જેટલી નબળી પડી શકે છે, જે વૃદ્ધત્વના 20-30 વર્ષની સમકક્ષ છે !!

◼️જો તમે તમારા પગ ને માત્ર બે અઠવાડિયા સુધી ખસેડો/ચાલો નહીં, તો તમારી વાસ્તવિક પગની તાકાત 10 વર્ષ સુધી ની ઘટી જશે.

◼️જેમ જેમ આપણા પગના સ્નાયુઓ નબળાં પડતા જાય છે, તેમ તેમ આપણે પુનર્વસન અને કસરતો કરીએ તો પણ, પુનઃરીકવર થવામાં ઘણો સમય લાગે છે.

◼️તેથી જ ચાલવા જેવી નિયમિત કસરત ખૂબ જ મહત્વની છે. આખા શરીરનું વજન/ ભાર પગ ઊપર રહે છે. પગ એક પ્રકારનો આધારસ્તંભ છે, જે માનવ શરીરનું સંપૂર્ણ વજન સહન કરે છે.

◼️રસપ્રદ વાત એ છે, કે વ્યક્તિના 50% હાડકાં અને 50% સ્નાયુઓ, બે પગમાં હોય છે. માટે ચાલવું જ જોઈએ.

◼️માનવ શરીરના સૌથી મોટા અને મજબૂત સાંધા અને હાડકાં પણ પગમાં હોય છે. 10000 પગલાં દરરોજ ચાલો.

શું તમે આ જાણો છો? બંને પગ માં સાથે મળીને માનવ શરીરની 50% ચેતાઓ, 50% રક્ત વાહિનીઓ અને તેમાંથી 50% લોહી વહે છે. તે સૌથી મોટું રુધિરાભિસરણ નેટવર્ક છે જે શરીરની સાથે જોડે છે.

◼️મજબૂત હાડકાં, મજબૂત સ્નાયુઓ અને લચક આપતાં સાંધા એ લોખંડી ત્રિકોણ બનાવે છે, જે સૌથી મહત્વપૂર્ણ ભાર એટલે કે માનવ શરીર નુ વહન કરે છે.

◼️વ્યક્તિના જીવનમાં 70% પ્રવૃતિ અને ઊર્જા નો વપરાશ બે પગ દ્વારા કરવામાં આવે છે.

◼️ફક્ત જ્યારે પગ તંદુરસ્ત હોય ત્યારે લોહીનો પ્રવાહ સરળ રીતે વહે છે, તેથી પગના સ્નાયુઓ મજબૂત હોય તેવા લોકો ચોક્કસપણે મજબૂત હૃદય ધરાવે છે. માટે જ ચાલો.

શું તમે આ જાણો છો? જ્યારે કોઈ વ્યક્તિ યુવાન હોય છે, ત્યારે તેની જાંઘમાં 800 કિલો વજનની નાની કાર ઉપાડવા માટે ની પૂરતી તાકાત હોય છે! પગ શરીરના હલનચલનનું કેન્દ્ર છે.

◼️વૃદ્ધત્વ પગથી ઉપર તરફ શરૂ થાય છે. જયારે વ્યકિત યુવાન હોય છે તેના કરતા, જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે, તેમ તેમ મગજ અને પગ વચ્ચે સૂચનાઓ ની આપ લે ની ચોકસાઈ અને ઝડપ ઘટે છે.

◼️વધુમાં, કહેવાતુ હાડકા નું ખાતર (કેલ્શિયમ) મોડા વહેલા સમય ની સાથે ખવાઈ જાય છે, જેથી વૃદ્ધોને હાડકાના ફ્રેક્ચર થવાની સંભાવના વધારે રહે છે.

હાડકાને મજબૂત રાખો ફ્રેકચર ટાળો

◼️વૃદ્ધોમાં હાડકાના ફ્રેક્ચર સામાન્ય રીતે ધણી ગૂંચવણો ઊભી કરે છે, ખાસ કરીને, મગજ ના થ્રોમ્બોસિસ જેવા જીવલેણ રોગો પણ.

◼️પગની કસરત માટે તો ક્યારેય મોડું થતું નથી. 60 વર્ષ ની ઊંમર પછી પણ કસરત (ચાલવાની) ચાલુ કરી શકાય છે. ભલે સમય ની સાથે આપણા પગ ધીમે ધીમે વૃદ્ધ થશે, પરંતુ આપણા પગની કસરત કરવી એ જીવનભરનું કાર્ય છે. 10,000 પગલાં દરરોજ ચાલો.

શું તમે જાણો છો? સામાન્ય રીતે કૂલા હાડકા ના ફ્રેકચર વાલા 15% જેટલા વૃદ્ધ દર્દી ઓ વધુ મા વધુ એક વર્ષ ની અંદર જ મૃત્યુ પામે છે.

◼️ફક્ત પગને નિયમિત રીતે મજબૂત કરીને, વ્યક્તિ વૃદ્ધત્વને વધતુ અટકાવી અથવા ઘટાડી શકે છે. 365 દિવસ ચાલો.

◼️ કૃપા કરીને તમારા પગને પૂરતી કસરત મળે અને તમારા પગના સ્નાયુઓ તંદુરસ્ત રહે તે માટે દરરોજ ઓછામાં ઓછુ 30-40 મિનિટ ચાલો.

તમારે આ મહત્વની માહિતી તમારા 40+ ઊંમરના મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ દૈનિક ધોરણે વૃદ્ધ થાય છે અને દરરોજ ચાલવા જવાના લાભ અગણિત છે.

Also read : ઘડપણ માટે આર્થિક બચત કેમ જરૂરી છે? વાંચો બોધકથા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *