ખંજવાળ આવે તો શું કરવું? – વાંચો ૫ ઘરેલું ઉપચાર
ખંજવાળ આવે તો શું કરવું? – વાંચો ૫ ઘરેલું ઉપચાર
1.લીમડો
લીમડો ખંજવાળ પર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તમે લીમડાના પાનને શરીર પર લગાવી શકો છો અથવા તેના તેલનો ઉપયોગ કરી શકો છો. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખંજવાળ ઘટાડે છે .
2. હળદર
લીમડાના તેલમાં હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. થોડીવાર રાખ્યા બાદ ધોઈ લો, તમે હળવાશ અનુભવશો.
3. એલોવેરા
ખંજવાળવાળી જગ્યા પર એલોવેરા લગાવવાથી આરામ મળે છે. આ ખંજવાળને ફેલાતી અટકાવે છે. એલોવેરાને લગભગ અડધા કલાક સુધી ત્વચા પર રહેવા દો અને પછી તેને ધોઈ લો. તેને માત્ર હુંફાળા પાણીથી ધોઈ લો. તમે તેને દિવસમાં 2-3 વખત લગાવી શકો છો.
4. લવિંગ તેલ
લવિંગમાં જોવા મળતા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણો ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ, તેને લાગુ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. તમે લવિંગના તેલને નારિયેળના તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો.
5. નાળિયેર તેલ
નારિયેળનું તેલ શરીર પર લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. નારિયેળનું તેલ લગાવવાથી ઠંડકનો અનુભવ થશે.
નોંધ :- વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો!
ખંજવાળ આવે તો શું કરવું? આ લેખ ગમ્યો હોય તો આ પણ વાંચો. ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર