આવો, ગુજરાતી શાયરી ની મહેફિલ જમાવીએ!
આવો, ગુજરાતી શાયરી ની મહેફિલ જમાવીએ!
❛❛અખબારોની જેમ તો હું રોજ છપાતો નથી પણ
ગઈકાલ અને આવનારી કાલની બધી ખબર રાખું છું.
ઝાંખીને જે જે ગયા મને બહાર બહારથી
“બેફામ”જાણી લ્યો, હું અસલ જાતને તો મારી અંદર રાખું છું.❜❜
❛❛વાંક વાદળોનો નથી કે એ વરસી રહ્યા છે,
હૈયું હળવું કરવાનો હક તો બધાને છે ને.❜❜
❛❛રોતા હોય ત્યારે ખભો ના આપનારા,
મરીએ ત્યારે કેમ ખભો આપવા દોડતા હશે !❜❜
❛❛કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.
કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.❜❜
❛❛ના પૂછો મુજને કે શબ્દો ક્યાં થી મળે છે,
દીવાલ છે, એક તૂટેલ દિલ ની ત્યાં થી રોજ થોડું ઝરે છે.❜❜
❛❛ભેગા થવું એ શરૂઆત છે અને ભેગા રહેવું એ પ્રગતિ છે.
પરંતુ ભેગા મળી કામ કરવું એ જ સફળતા છે.❜❜
❛❛કોણ કહે છે મારા લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા ?
જ્યારે પણ મે લખ્યું સહુ ને પોતાના યાદ આવી ગયા.❜❜
❛❛જોઈ તમારી વાટ મેં સોમવાર થી ઉભેલા શનિવાર ની જેમ,
આવી ને ચાલ્યા ગયા તમે રૂપાળા રમતિયાળ રવિવાર ની જેમ.❜❜
❛❛પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો,
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.❜❜
❛❛કોઈ તોડી જાય વચન તો કરી શકો ના કશું,
વધુમાં વધુ તો તમે સારી શકો બે ચાર આંસુ.❜❜- પરેશ ગોંડલિયા
❛❛દશ્યો બધાય ત્યારે રસ-રાસ થઈ જવાના !
જ્યારે એ આપના પણ કૈં ખાસ થઈ જવાના !❜❜-જિગર ફરાદીવાલા
❛❛સાચા નાગ ની ફેણ કરતાં,
વધુ ઝેરી હોય છે ખોટા માણસની તરફેણ.❜❜
❛❛સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે,
એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે.❜❜
❛❛જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું,
જે ગુણનો જાણકાર છે એના મૌનથી ડરવું.❜❜
❛❛મૂંઝવણ ના રહે જ્યાં કોઈ ઉપાય ન હોય,
જીવન સરળ બને, જો કોઈ પર્યાય ન હોય.❜❜- અખ્તર
❛❛જંગલોનાં સન્નાટા ક્યાં મને ગણાવે તું ?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે.❜❜
❛❛એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.❜❜
❛❛બંધ અમને સૌના દ્વાર મળે દરબદર મળે,
જે જે ગલીમાં જઇએ તમારું જ ઘર મળે.❜❜- મરીઝ
❛❛મૃગજળ ની માયા ને, સરિતા સમજી બેઠા.
ઊષ્મા કેરી વરાળ ને, ઝાકળ સમજી બેઠા.
એક કાલ્પનિક દ્રશ્ય ને, જીવંત સમજી બેઠા.
ન હતા જે અમારા, એનેય અમારા સમજી બેઠા.❜❜
❛❛દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,
હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.❜❜
❛❛દુર્દશાને લાગ્યો આ આઘાત છે ,
મારો ના કોઈ જ પ્રત્યાઘાત છે .
દુર્દશામાં પણ શબદ વૈભવ મળ્યો વાહ…
સુંદર તારી હર એક ઘાત છે.❜❜- કાજલ કાંજિયા ‘ફિઝા’
❛❛અંતરના ઓરડે ખાલીપો રાખવા કરતાં,
તૂટેલા સબંધની સીડીના બે પગથીયા ચડી લેવા સારા.❜❜
❛❛સાચા નિર્ણયથી આત્મવિશ્વાસ બમણો થાય,
ખોટા નિર્ણયથી અનુભવ બમણો થાય.❜❜
❛❛સમજણનો સોયદોરો જો આરપાર થશે,
તો જ ફાટેલ જિંદગીની સારવાર થશે.❜❜
❛❛જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.❜❜ – સૌમ્ય જોશી
❛❛સંઘર્ષ પિતાથી અને સંસ્કાર માતા પાસેથી શીખો,
કેમકે બાકી બધું જિંદગી આપણને શીખવાડી દેશે.❜❜
❛❛આજકાલ જિંદગી ચાલતી જાય છે,
સરકતા સમયમાં દોડતી ય જાય છે.❜❜- ‘વિષ’ વિશાલ રાઠોડ
❛❛જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી. ❜❜
❛❛ક્યારેક હકીકતો નથી બચાવતી,
પણ કોઈક વાર્તા જીવાડી દે છે.❜❜- દીપક મેઘાણી (‘પર્ણકિનારી’)
❛❛પયગંબરી છે કેટલી મારામાં ઓ ‘ફિઝા’ !
એ જાણી શકાય કેમ ચાહત કર્યા વિના ! ❜❜ – કાજલ કાંજિયા ‘ફિઝા’
❛❛પદથી મળતી પ્રતિષ્ઠા મર્યાદિત છે,
વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે. ❜❜
❛❛રસ્તા તો વિસ્તરી ગયાં પ્રવાસી ક્યાંક ખોવાયો છે,
મંઝિલ કંઈ એટલી દૂર નથી ઉમળકો ક્યાંક ખોવાયો છે. ❜❜
જો તમને આ ગુજરાતી શાયરી ગમી હોય તો comment section માં જરૂરથી લખો.
Also read : કાગળ પર આંસુ ગીત સમાં લાગે