હેપી મેરેજ એનિવર્સરી!

હેપી મેરેજ એનિવર્સરી

હેપી મેરેજ એનિવર્સરી!

નહોતી મને તારી પડી
કે નહોતી તને મારી પડી

આતો તને જોવા આવ્યો ને તું જડી
હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી

પછી લગ્નની શહેનાઈ ની આવી ઘડી
આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી

પછી તો એકબીજાની એટલી પડી
કે ચાલતું નહી એકબીજા વગર ઘડી

flowers

પ્રેમની વરસાવી એવી ઝડી.
પછી બાળકો થયા, તું એમાં પડી
મને પણ કમાવાની ચાનક ચડી

ક્યાં વઈ ગઈ એ પ્રેમની ઘડી
બેમાંથી એકેયને ખબર ન પડી
જાણે કોઈની નજર પડી

પછી આવી ઈમોશનલ ઘડી
તું કહેવા લાગી તમને નથી મારી પડી
અને તું ઇમોશનલી ખૂબ રડી

જાણે મારી ઉપર આફત પડી
થોડી રકજક ને થોડી જીભાજોડી
આવી પછી ગેરસમજની ઘડી

બન્ને એકબીજાને કહેતાં : તને મારી નથી પડી
તો મને પણ તારી નથી પડી.
ને ચાલી થોડી ઝાઝી લડા-લડી

તું પિયર જતી ત્યારે ખબર પડી
કે, આ તો આદત કેવી પડી?
કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી

padma
લગ્નપ્રસંગ પર લાજવાબ ટ્રાવેલ્સ સર્વિસ માટે આજે જ સંપર્ક કરો

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી
પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.
ઉંમર થાય ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી

આજે છે હેપી મેરેજ એનિવર્સરી
યાદ કરી જીવનની હર એક ઘડી

બંનેના એક એક હાથે તાળી પડી
ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાં જ વાસ્તવિકતા જડી.
કે છીએ બંને એક-બીજાની છડી.

Also read : અમે બે અને અમારું સુખી જીવન

You may also like...

1 Response

  1. NITIN says:

    Superb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *