કાગળ પર આંસુ ગીત સમાં લાગે

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે

કોઈ કોઈ વાર મારાં ટેરવાંને
રડવાની એવી તો ઇચ્છાઓ જાગે
મૂકી કલમની છાતી પર માથું ને
હીબકાંઓ ભરવાને લાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

Writer Paper pen

કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાત
અમે દાટી તો દેતાં પાતાળે
કેમ કરી સમજાવું લાગણીને
ટેરવાંની માંહેથી ડોકિયાંઓ કાઢે
ટેરવાંથી દદડે આ ચોમાસાં ધોધમાર
વેદનાની ઠેસ સ્હેજ વાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

એક ટકો કાફી છે મહોબતમાં

લયના ઊંડાણમાં હું ડૂબકી મારું ને
આમ શબ્દોનાં છીપ ઘણાં નીકળે
કાગળ પર મૂકીને છીપલાંઓ ખોલું તો
અર્થોનાં મોતી કંઈ વીખરે
મોતી પર ઊર્મિઓ કોતરવા માટેની
જીદ હું ગાતો જે રાગે
— તો કાગળ પર આસુ આ ગીત સમાં લાગે

– મુકેશ જોષી

Also read : પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *