આવી જા ૨૦૨૨, તારું સ્વાગત છે!

આવી જા ૨૦૨૨

આવી જા ૨૦૨૨, તારું સ્વાગત છે!

આવી જા ૨૦૨૨
દરવાજો ખુલ્લો જ છે
અંદર આવ..

પણ જરા થોભી જા


બારસાખ નજીક રાખેલાં
પગલુછણીયે તારો
અહમ્ ખંખેરતો આવજે..


મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે
ત્યાં નારાજગી વીંટાળી આવજે..

તુલસીનાં ક્યારે
મનની અતૃપ્તિ ચઢાવી
આવજે..

પોતાની વ્યસ્તતા ને બહાર ખીંટીએ ટાંગી આવજે..

પગરખાં સંગ નકારાત્મકતા ઉતારી આવજે..
ને

બહાર રમતાં બાળકો
પાસેથી થોડું નટખટપણું
માંગી લાવજે..

happy life

પેલાં ગુલાબનાં છોડ પર હાસ્ય ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે..

લાવ, પોતાની મૂંઝવણો મને પકડાવી દે
તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં..

જોને તારાં માટે
સાંજ બિછાવી દીધી છે અને
સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે
આકાશે લાલીમા છાંટી છે..

પ્રેમ ને વિશ્વાસનાં ઘીમાં તાપે ચાક ચઢાવી છે
ઘુંટડે-ઘુંટડે માણજે..

સાંભળને ૨૦૨૨, આવી જાય, તારું સ્વાગત છે!

Also read : ઘડપણમાં સુખી થવાની ચાવી : ૨૦ બાબતો નું રાખો ધ્યાન

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *