ઘડપણમાં સુખી થવાની ચાવી : ૨૦ બાબતો નું રાખો ધ્યાન

old man

ઘડપણમાં સુખી થવાની ચાવી : ૨૦ બાબતો નું રાખો ધ્યાન

(૧) ચાલશે ફાવશે ગમશે અને ભાવશે જીવનમંત્ર બનાવો
(૨) આંખ આડા કાન કરતા શીખો
(૩) જૂની આંખે નવા તમાશા જોતા શીખીએ
(૪) કોઈ પૂછે તો જ સલાહ આપવી પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળો
(૫) અંતરના ઊંડાણમાં ડૂબકી મારો ખુબ જ શાંતિ મળશે
(૬) ઘરની બીજી વ્યક્તિ કામમાં હોય ત્યારે તેની સંમતિથી તેના નાના નાના કામો જેવા કે બેંકના કામ,નાની નાની ખરીદી, બાળકોને તેડવા મુકવા જવા,લાઈટબિલ જેવા કામો સામે માગીને કરવા
(૭) છોકરાઓના મિત્રો આવ્યા હોય ત્યારે ઔપચારિક વાતો કરી ઉભા થઇ જવું સાથે બેસવાનો આગ્રહ ન રાખવો તેમને મોકળાશ આપો.
(૮) નાના મોટા ઘરના સૌને સારા કામ માટે શાબાશી આપો,ભણતા બાળકોના રિઝલ્ટ આવેથી બાળક ને ગિફ્ટ આપો આત્મિયતા વધશે પરસ્પર પ્રેમ વધશે
(૯) ઉમર વધે તેમ ઊંઘ ઘટે વહેલા ઉઠી જવાય ધ્યાન કસરત કરીએ પણ ઘરના બાકીના સભ્યોની ઉંઘ ન બગાડે તેનું ધ્યાન રાખીએ.
(૧૦) સામાન્ય રીતે ઉમર વધતા જીભના ચટકા વધે છે તેથી શક્ય હોય તેટલો સંયમ રાખવો આપણે મરવાના વાકે જીવવું નથી કેટલું લાંબુ જીવ્યા તે મહત્વનું નથી પણ કેટલું તંદુરસ્ત જીવ્યા તે મહત્વનુ છે.
(૧૧) પથારીવશ ન હોઇએ તો આપણી દવા નિયમિત આપણે જાતે લઇએ.
(૧૨) મોટી ઉંમરે ઓછું દેખાય તો શક્ય હોય ત્યાં સુધી વાહન ન ચલાવીએ.અકસ્માતથી બચવા રસ્તાની જમણી બાજુએ ચાલવું.
(૧૩) આપણી પાસે જે બેલેન્સ હોય તે જોઇને, આપણી ઉમરને ખ્યાલમાં રાખીને હાથે તે સાથે તે ખ્યાલમા રાખીને જાતે જ સતકાર્યો કરવા.
(૧૪) વર્તમાનમાં જીવતા શીખીએ વારંવાર આપણી યુવાપેઢીને અમારા જમાનામાં તો આમ તેવું યાદ કરીને તેમને બોર ન કરો.બિનજરૂરી ઘરની બધી વાતો જાણવાની કોશિશ ન કરો.
(૧૫) આપણા અનુભવને આધારે સાચી સલાહ આપી વેગળા થઇ જવું
(૧૭) કોઈપણ વાતને ચોળીને ચીકણી ન કરવી.
(૧૮) સલાહ આપવી આપણી ફરજ છે પણ સલાહ નો અમલ ન કરે તો ચિંતા ન કરવી.સલાહ ન માની કાઇ ખોટું થઇ જાય તો મહેણાં ન મારવા હિંમત આપવી ફરી આવું ન થાય તેમ કહેવું .પછી જાતે જ ભાન થશે.
(૧૯) ધર્મ તરફ રુચિ વધારવી,સત્સંગ, સતકાર્યો કરવા.
(૨૦) ઓળખ પત્ર સાથે રાખવું, જેમાં નામ,સરનામું, ફોન નંબર બ્લડ ગ્રુપ હોય.

વાંચો : ઘડપણ માટે આર્થિક બચત કેમ જરૂરી છે? વાંચો બોધકથા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *