સંયુક્ત પરિવાર બંધન નથી!

સંયુક્ત પરિવાર

ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક કવિતા શેર કરવા માગું છું. વિકાસ ની મહત્ત્વાકાંક્ષા માં સંયુક્ત પરિવાર થી દૂર ભાગવું આજે એક સામાન્ય વાત છે. પરંતુ બહુ હૃદયસ્પર્શી રીતે આ કવિતા જણાવે છે કે બાંધી મુઠ્ઠી લાખની, ખોલી તો રાખની! મને આશા છે કે આ માર્મિક કવિતા વાંચીને તમને પણ લાગશે કે સંયુક્ત પરિવાર બંધન નથી!

એક પાંદડું , જીદે ચડ્યું,
થયું નિજ પરિવારથી જુદું .

ઝાડથી છૂટું પડીને એ પાંદડું ખૂબ હરખાય છે
હાશ ! છૂટયા હવે આ ભીડથી, મન થી એ મલકાય છે.

વાયુ સાથે વહેતું વહેતું આમ તેમ લહેરાય છે,
સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે ! એને એવું મનમાં થાય છે,

ઝાડ પર રહ્યાં ચિપકીને ત્યાં આમ ક્યાં રખડાય છે !
ત્યાં તો બસ બીજાઓ , મારી સાથે રોજ અથડાય છે,

અહીં તો વાયુ સાથે મજેથી ઉડીને જવાય છે,
ને ઝરણા ની સાથે ખળખળ ગીતો મજાના ગવાય છે.

પાણી સાથે ઉછળતાં ને કૂદતાં એ મલકાય છે ,
પણ સુખ ક્ષણભંગૂર છે એ એને ક્યાં સમજાય છે.

ઝરણામાંથી વહેતું જ્યારે કિનારે પહોંચી જાય છે,
જાનવરોનાં ખર નીચે જ્યારે ખૂબ રગદોડાય છે.

કરમાયેલું પાન

પીડાથી કણસતું એ હવે ખૂબ પસ્તાય છે,
ઝાડ સાથે જોડાયેલા હોવાનું મૂલ્ય એને સમજાય છે.

આઝાદી વ્હાલી લાગે પણ મોંઘી સાબિત થાય ,
સંયુક્ત પરિવાર બંધન નથી પણ છે જીવનનો સાચો પર્યાય !

~ અજાણ

ગુજજુમિત્રો, જો તમને આ કવિતા ગમી હોય તો અમારા કાવ્ય સરિતા વિભાગની મુલાકાત અવશ્ય લેજો. ત્યાં તમને મળશે અવનવી એંડ અર્થપૂર્ણ કવિતાઓનો ખજાનો!

You may also like...

1 Response

  1. Anonymous says:

    કિન્નરી ભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *