ભગવદ ગીતા નું જ્ઞાન દરેક મનુષ્ય માટે છે
ભગવદ ગીતા નું જ્ઞાન દરેક મનુષ્ય માટે છે
ભગવત્ ગીતા નું નામ આવતાં જ એવું માની લેવામાં આવે છે કે આ તો ….. વિદ્વાનો માટેનો ગ્રંથ છે.. વાસ્તવમા તો ભગવત્ ગીતા એકદમ સામાન્ય માણસનું પણ માર્ગદર્શન કરે છે. ભગવદ ગીતા નું જ્ઞાન દરેક મનુષ્ય માટે છે એટલે તો અદાલતમાં ગરીબ-ધનિક, ભણેલ-અભણ, યુવાન-વૃધ્ધ…બધાને સાચું બોલવાની પ્રેરણા ભગવત્ ગીતા જ આપે છે.
એક હકીકત ને ધ્યાન માં રાખવી જરૂરી છે કે ભલે ભગવદ ગીતા નું જ્ઞાન આજથી સેંકડો વર્ષો પહેલા આપવામાં આવ્યું હતું, તેમ છતાં તે આજે પણ એટલું જ લાગુ થાય છે. ભલે તમે કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરતાં હોવ, ભગવદ ગીતા તમને સાચા નિર્ણયો લેવામાં અને જીવન ની જે-તે પરિસ્થિતિ માં યોગ્ય પ્રતિક્રિયા આપવામાં માર્ગદર્શન આપશે.
આધ્ય ક્રાંતિકારી વાસુદેવ -બલવંત ફડકે થી લૈઈને ગાંધીજી સુભાષચંદ્ર બોઝ એમ સૌઉ માટે. ભગવત્ ગીતા જ ઉર્જા સ્ત્રોત રહી છે. હાથમા ભગવત્ ગીતા સાથે અનેક ક્રાંતિકારીઓ શૂલી ઉપર ચઢ્યા.
દ્વંદ્વ… કે સંઘર્ષ જેમ કે……
નમ્રતા અભિમાન
નિખાલસ દંભ
અક્રોધ ક્રોધ
મૃદુતા કઠોરતા
જ્ઞાન. અજ્ઞાન
પવિત્રતા મલિનતા
સત્ય અસત્ય
નિરસતા લોલુપતા
શાંતપણુ ઉદ્વેગ
તપ ભોગપણુ
દાન લાલસા
અહિંસા હિંસા
ક્ષમા બદલો
ત્યાગ બંધન…
…. જેવા રોજીંદા માનસિક સંઘર્ષમાં ભગવત્ ગીતા જ સહજ માર્ગ…બતાવે છે.
કર્મણ્યે વાધિકાર્સ્તે… કર્મ કર.. ખાલી વિચાર નહીં… શરીર વસ્ત્ર બદલે એમ જ આત્મા શરીર બદલે છે ..મૃત્યુ નો શોક ન કર.. આવું સરળ જ્ઞાન ભગવત્ ગીતા જ આપે.
આજથી જ ભગવત્ ગીતાને રોજ નો સાથી બનાવો… સાક્ષી બનાવો અને શાંતિ મેળવો. ભગવદ ગીતા ને ગાઓ, દરરોજ તેના કોઈ એક શ્લોક ના અર્થ ને સમજો અને દિવસ દરમ્યાન તેનું પાલન કરવાની કોશિશ કરો. મને આશા છે કે ભારતની ધરોહર સમાન ભગવદ ગીતા નું નિયમિતપણે અભ્યાસ કરવાથી તમને બધાં ને જીવન માં મુશ્કેલીઓ નો સામનો કરવામાં મદદ મળશે.
Also read : લોહીની સગાઈ કે માણસાઈ? : અમદાવાદ હોસ્પિટલમાં બનેલી સત્યઘટના