સીધી સાદી વાત માં છુપાયેલું છે જીવનનું વિચિત્ર સત્ય

જીવનનું સત્ય

સીધી સાદી વાત માં છુપાયેલું છે જીવનનું વિચિત્ર સત્ય

જીવનનું કડવું સત્ય ને વાંચવાનું માણવા માટે ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ…

1.
બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા
પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી
– હિતેશ તરસરિયા

2.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ લીમડો વાટીને પીતો.

– પરીક્ષિત જોશી

૩.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
”કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

4.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે…
– નિમેષ પંચાલ

5.બપોરનો તડકો*
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

6.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
– દક્ષા દવે

7.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
– દેવદત ઠાકર.

8.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

ખુશ રહેવા માટે

9
લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?

-નિલેશ શ્રીમાળી પાટણ

10
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,
અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે…
-હિતેશ તરસરિયા

11.
“ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ”
ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું ‘SAVE TREES’
– હિતેશ તરસરિયા

12.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:
“મા ના ખોળે !!!”

Also read : ૧૦ ભારતીય પરંપરા અને તેની પાછળ નું રસપ્રદ વિજ્ઞાન


You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *