જીવન જીવવા માટે પણ છે, ફક્ત કમાવા માટે નથી

મનુષ્ય માટે સાચા સુખ

જીવન જીવવા માટે પણ છે, ફક્ત કમાવા માટે નથી

ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક રસપ્રદ વિષય પર વાત કરવા માગું છું. મારી આસપાસ હું એવા કેટલાય લોકોને જોઉં છું જેઓ workaholic હોય છે એટલે કે એમને કામ કરવાનો નશો હોય છે. મહેનત કરવી અને પૈસા કમાવવા, ભવિષ્ય નું ભાથું બાંધવું એ સારી વાત છે પણ શું કામ ની સાથે સાથે જીવન જીવવું, તેને માણવું પણ જરૂરી નથી? જીવન ખર્ચીને કમાવેલા પૈસા કોણ વાપરશે? શું તમે તમારા શોખ ને જીવિત રાખ્યા છે? ચાલો એક નાનકડી વાર્તા પરથી આ મુદ્દા વિષે સમજીએ .

ખિસકોલી અને સિંહ ની બોધકથા

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.

ખિસકોલી

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર…..! એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.

padma

આમ જ સમય વિતતો રહ્યો…..

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.
પણ… ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ? આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે! ! !

જીવનની હકીકત

આ વાત આજે જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે. ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.

શું તમે તમારી મહેનતનો પૈસો માણવા નથી માંગતા?

શું આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સપનાઓ અધૂરા રહ્યા હશે? શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !

મુદ્દાની વાત

આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે ! એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે “મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો. જીવન જીવવા માટે છે … ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો.. દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો …દરેક સબંધ ને ઉજવી લો….તમારા હોવા ને ઉત્સવ બનાવી લો .

ઘડપણ માટે આર્થિક બચત કેમ જરૂરી છે? વાંચો બોધકથા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *