૧૦ ભારતીય પરંપરા અને તેની પાછળ નું રસપ્રદ વિજ્ઞાન

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

૧૦ ભારતીય પરંપરા અને તેની પાછળ નું રસપ્રદ વિજ્ઞાન

ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું મૂક્યું હોય એવું લાગે છે..કેટલાક ઉદાહરણો…

૧. ભાદરવામાં શ્રાદ્ધ : કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું.

૨. ગુજરાતી થાળી : દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે.. એટલે સંભારો રાખ્યો..
રોટલી કે રોટલામાં વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમ કે શાક, અથાણું આપ્યું.. ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા..Nutritionની આટલી માહિતી હતી એ યુગ માં હતી. એટલે ગુજરાતી થાળી ને સંપૂર્ણ આહાર કહેવાય છે.

ગુજરાતી થાળી

૩. ઉપવાસ : આંતરડાંને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું..પણ વિજ્ઞાનિક કારણથી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું..

૪. હોળી અને દિવાળી.. એ mass fumigation program છે.. આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે.. (હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું..?!)

કવિ દલપતરામ ની પ્રાર્થના

૫. શિવજીને દૂધ..શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળમાં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે..

૬. મંદિર : મંદિર એ વાસ્તવમાં તો મન ની શાંતિ માટે બનાવેલા.. મંદિરમાં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજથી મગજમાં જતા vibration થી મનમાં હોય એટલા બધા જ વિચારો શમી જતા.. અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત.. (ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે.. બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)

૭. પીપળો પાદરે!? : પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય.. જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ?! ..અપવિત્ર આંગણમાં.. કેમકે પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે.. તો મકાન નબળું પડી જાય..

૮. પીપળાની પૂજા શુ કામ? : પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..

૯. કોઈ પ્રસંગે આસોપાલવના તોરણ શુ કામ? આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય..

શરદ પૂનમ નું મહત્વ

૧૦. પૂનમ ભરવાનું.. પૂનમ અને અમાસના દિવસે શરીરમાં પાણીનું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનો માં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિનાકારણ ઝગડા ન થાય.. વધુ વાંચવા ક્લીક કરો : શરદ પૂનમ નું વૈજ્ઞાનિક મહત્વ અને ખડી સાકર

આવી તો અનેક વાતો છે મિત્રો! ભારતીય પરંપરા અને તેની પાછળ નું વિજ્ઞાન ઘણું રસપ્રદ લાગ્યું ને?

You may also like...

1 Response

  1. NITINBHAI SHAH says:

    Superb🙏🙏🙏👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *