સ્પેનિશ ખેલાડીએ પ્રામાણિકતાનો પાઠ શીખવ્યો!

Winning the race

સ્પેનિશ ખેલાડીએ પ્રામાણિકતાનો પાઠ શીખવ્યો!

ગુજ્જુમિત્રો, આજે હું એક નાનો પણ અતિ મહત્વનો પ્રસંગ શેર કરી રહી છું. આ એક સત્ય ઘટના છે જેણે વિશ્વભરમાં લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દોડવાની સ્પર્ધામાં સ્પેન અને કેન્યાના ખેલાડી વચ્ચે થયેલો આ પ્રસંગ બહુ પ્રેરણાદાયી છે. વધુ વિગત માટે વાંચો : સ્પેનિશ ખેલાડીએ પ્રામાણિકતાનો પાઠ શીખવ્યો!

ચારસો મીટરની રેસમાં થયેલી સત્ય ઘટના

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દૂરી પર એ અટકી પડ્યો… એને લાગ્યું કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝે આ જોયું અને તેને લાગ્યું કે આ કંઈક ગેરસમજ છે… તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે…

સ્પેનિશ ખેલાડીએ પ્રામાણિકતાનો પાઠ શીખવ્યો !

પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમજ ના પડી…. આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. … સ્પેનિશ રનર ઈવાને પાછળ થી આવીને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પાર કરી ગયો….

આ રેસ હતી … અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ… ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત … ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. …પણ માનવતાની દ્રષ્ટિએ ઈવાન એ રેસ જીતી ચૂક્યો હતો.

પત્રકારના પ્રશ્નનો ઈવાને આપ્યો અસાધારણ અને અદ્ભુત જવાબ!

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , ” તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથથી જવા દીધો… “

ઈવાન એ સુંદર જવાબ આપ્યો …”મારું સપનું છે કે ક્યારેક આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ…. પરંતુ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિને બહાર લાવવા ધક્કો મારે… , એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી બંને વિજેતા બને …”

પત્રકારે ફરી થી પૂછ્યું , ” તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત…”

જવાબ માં ઈવાને કહ્યું , ” મેં એને જીતવા નથી દીધો ,એ જીતતો જ હતો. આ રેસ એની હતી…
અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત..આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ? આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું? હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? “

નવી પેઢીને સાચા-ખોટાનો ફરક કરતાં શીખવો

ગુજ્જુમિત્રો, સંસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે…એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે….આમ થાય અને આમ ના જ થાયે… જો આપણે બાળકોને વારસામાં સાચું અને ખોટું વચ્ચે ફરક કરવાનું શીખવી શકીએ તો આપણે એક એવા સમાજનું નિર્માણ કરીશું જ્યાં લોકો બીજાને ધક્કો તો મારશે, પણ તેને આગળ વધવામાં મદદ કરવા માટે. મિત્રો, સાચું કરવું અને ખોટું ના કરવું એ જ ધર્મ છે.

માનવતા અને પ્રામાણિકતાને સર્વોપરી રાખો

આપણે જ નક્કી કરીશુ કે કાલ નો સમાજ કેવો હશે. નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી.જીતવું મહત્વ નું છે, પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે . કોઈ નો યશ ચોરી લેવો. કોઈ ની સફળતા પોતાને નામ કરવી . બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન . આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે કારણકે અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે.

ચાલો, આ માનવતા અને નીતિમત્તાને આગળ ધપાવીએ. યુવાપેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ. આ પોસ્ટની લીંકને તમારા નાના ભાઈ બહેનો કે બાળકોને જરૂરથી વાંચવા મોકલજો.

To read more inspiring stories in Gujarati visit gujjumitro.com

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *