એ બંને મને ગમતી હતી
એ બંને મને ગમતી હતી
એ બંને મને ગમતી હતી.
એક જાણે લીલીછમ હરિયાળી હતી
ને બીજી તપાવેલા તાંબા જેવી હતી !
નાનપણથી જ એ બંને તરફ આકર્ષાયો હતો.
દૂરથી જ જોઈ રહેતો,
ક્યારેક સ્પર્શી પણ લેતો.
પણ
એ બંનેનું સાંનિધ્ય લાંબો સમય માણવા મળતું નહિ.
વડીલોનો ઠપકો મળતો ; ‘ તુ હજી બહુ નાનો છે, બકા…
હા, એ બંનેનાં નાનાં ભાઈ-બહેન સાથે રમવા મળતું.
મોટો થતો ગયો એમ એ બંનેને પામવાની મહેચ્છા વધતી ગઈ.
મારી લગન જોઈ, એ બંને પણ મને છૂટથી હવે મળતી થઇ !
પણ એક દિવસ એક ચોકીદારની નજરે એ ઝડપાઈ ગઈ – રંગેહાથ !
ને
એ બંનેના બહાર નીકળવા પર પ્રતિબંધ લાગી ગયો, રાતોરાત !
લાગે છે કે,હવે એમની સાથે મુલાકાત થશે નહિ.
ને
આ દિલમાંથી એ બંનેની યાદ પણ એમ જલદી જશે નહિ.
એમનાં ગયા પછી જીવનમાં ઝંઝાવાત સર્જાયો !
પૈસે-ટકે સુખી, છતાં આજે છું જાણે ઓશિયાળો !
કોને સમજાવું કે શી ખોટ હતી ?
પણ
દોસ્તો, બહુ દુઃખ ન લગાડતાં
કેમકે, એ બંને
મારી, તમારી – આપણા સૌની,
રદ થયેલી ‘પાંચસો અને હજાર’ની નોટ હતી !!!
💵💴
😀
Also read : જેકસન બ્રાઉન ના ૫૫ જીવન પ્રેરક સુવિચાર