જેકસન બ્રાઉન ના ૫૫ જીવન પ્રેરક સુવિચાર
જેકસન બ્રાઉન ના ૫૫ જીવન પ્રેરક સુવિચાર
- “કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
- શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય.
- કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
- બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
- આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
- કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
- કોઈને મહેણું ક્યારેય ન મારો.
- એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
- કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
- ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.
- રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.
- નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
- દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
- દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
- ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
- સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
- જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
- જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો.
- તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
- કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
- 21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
- જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
- રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.
- પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે.
- રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
- લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
- અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
- ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.
- મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
- ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો.
- વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.
- બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
- બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
- દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો : ૧ હું શ્રેષ્ઠ છું. ૨ હું કરી શકું છું. ૩ ભગવાન હંમેશા મારી સાથે છે. ૪. હું વિજેતા છું. ૫. આજનો દિવસ મારો છે.
- ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
- તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
- મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
- ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
- શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
- બચત કરવાની શિસ્ત પાળો.
- જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.
- ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો.
- સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.
- કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..
- ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
- ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.
- વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
- ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.
- બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
- મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો.
- ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.
- મત તો આપવો જ.
- સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
- જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.
- જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, ગરીબની સેવા કરો ઈશ્વર રાજી થશે….
આવા જ જીવન પ્રેરક સુવિચાર વાંચવા માટે અહીં ક્લીક કરો : સુવિચાર