મહાભારટની ગાઠા

વજન વગર ની વાત નકામી

ગુજ્જુમિત્રો, શું તમારે મહાભારટની ગાઠા એટલે કે મહાભારતની ગાથા સાંભળવી છે? હા, મને ખબર છે કે તમારામાંથી મોટાભાગના લોકોએ મહાભારત ઘણીવાર જોઈ હશે. પણ શું તમે ગુજરાતી બોલીમાં આ ગાથા સાંભળી છે? આ પોસ્ટ વાંચો અને ગુજરાતીની મીઠી બોલીનો આનંદ લો. મને આશા છે કે આ લેખ તમારા ચહેરા પર મીઠું સ્મિત લઈ આવશે!

ક્રશ્નએ પાંડવોને ભેગા કરીને કીઢુ કે જો આચાર્ય ડ્રોન જ્યાં સુઢીની મરે, ત્યાં સુઢી ટમારો હાંઢો ની મલે.

ટે ભીમે જઇને આચાર્ય ડ્રોનને કહેવાનું કે અસ્વત્થામા હનાયો છે.
તમે આમ જેવું કેવાં, કે એ ટરટ યુઢીષ્ઠિર પાંહે ચાલીયા જહે.

હવે યુઢીષ્ઠિર તને સાચું બોલવાનો પછવાડે કીડો છે ટે આચાર્ય ડ્રોન ને ખબર છે, ટે ટારે ખાસ ઢીયાન રાખવાનું. ટને પૂછે કે અસ્વત્થામાનું હું ઠીયું, તો ટારે ગોલગોલ જવાબ આપી ડેવાનો. જોજે ભૂલ બિલકુલ ની કરતો.

અને બિલકુલ એમ જ ઠીયું. જેવું આચાર્ય ડ્રોને યુઢીષ્ઠિરને પૂછયું કે અસ્વત્થામાનું હું ઠયું ?
ટે યુઢીષ્ઠિરે જવાબ આપ્યો કે એક હાઠી અઠવા માણસ, બે માંથી કોક ગીયો.

ને આચાર્ય ડ્રોને હઠીયાર નીચે મૂકી ડીઢા. પોટાનો પોયરો ગીયો ટો હવે લરવાનો કોઈ મતલબ જ ની મલે.

અને કોક ડ્રઉંપડી ના હગામાં હટૉ, ટેણે આવીને આચાર્ય ડ્રોનનું માઠુ જ વાઢી નાખ્યું.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *