સુખ દુઃખ માં અડગ રહે છે પતિ પત્ની નો પ્રેમ થી ઓતપ્રોત સંબંધ
સુખ દુઃખ માં અડગ રહે છે પતિ પત્ની નો પ્રેમ થી ઓતપ્રોત સંબંધ
અરે દોસ્ત, કાલે સાંજે સંગીતાભાભીને જવેલરીની દુકાન ની અંદર જતા મેં જોયા….આવી વિકટ પરિસ્થિતિ માં પણ તું સોનુ ખરીદે છે….?
તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે….
ના દોસ્ત…99% સંગિતા ભાભી જ હતા…
મેં ત્યારે વાત ને ઉડાવી દીધી..પણ વાત ની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો….
સંગિતા… રોજ ના નિયમ મુજબ હું ઓફિસે થી આવ્યો એટલે પાણી આપ્યું.. આજે રોજ કરતા તે પણ થોડી ઓફિસે થી વહેલી હતી…
મારો પુત્ર શ્યામ તેની પ્રવૃત્તિ માં હતો….સંગિતા પણ રૂટિન વાતો કરી કિચન માં રાત્રિ ના જમવા ની તૈયારી કરવા લાગી
ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા ત્યારે પણ હું બહાર થી હસવા નો વ્યર્થ પ્રયતન કરતો હતો…હું રાહ જોઈ રહ્યો હતો સંગિતા મને મારા મિત્ર એ કરેલ વાત ના સંદર્ભમાં કોઈ વાત કરે છે કે નહીં.. પણ સંગિતા પણ મારાથી વધારે હોશિયાર હતી..તે પણ બહાર થી ખોટું હાસ્ય બતાવી મને અને શ્યામ ને ખુશ કરવા પ્રયતન કરી રહી હતી….
મેં તેને ખબર ન પડે તેમ તેના હાથ ગળા અને કાન અને તેની હાથની આંગળી તરફ નજર કરી. આશ્રય ગળા
માં ફક્ત મંગળ સૂત્ર.હાથ ની સોનાની બંગડી અને કાન ની બુટી અને આંગળી ની વીંટી ગાયબ….એ જગ્યાએ મોતીની કડી અને હાથ માં કાચ ની બંગડી પહેરેલ જોઈ… હું વાત ના મૂળ સુધી પહોંચી ગયો. પણ મેં અત્યારે જમવા ના ટેબલ ઉપર શ્યામ દેખતા આ બાબતે ચર્ચા કરવી યોગ્ય ન સમજી…
અમુક કુટુંબીક કે વ્યક્તિગત ચર્ચા બાળકો સામે ન કરીયે તેમાં બન્ને નું હીત સચવાયેલ છે…કારણ કે બાળકો વિચારશીલ હોય છે..અને ભોળપણ માં કોઈ વખત જાહેરમાં પણ આવી બધી વાતો તેઓ બોલી .દેતા હોય છે ત્યારે નીચું જોવાનું અથવા કૌંટુંબીક વિખવાદ નું કારણ બને છે , ઘણી વખત તો બાળકો ના વાણી વર્તન વ્યવહાર ઘરે આવનાર વ્યક્તિ સાથે આ કારણ થી બગડી જાય છે. પતિ પત્ની નો પ્રેમ એટલો નાજુક હોય છે કે સંભાળી ને વાત કરવી સારી.
એટલે મેં થોડો સંયમ જાળવી બેડરૂમ માં શ્યામ ઊંઘી ગયો ત્યારે મેં સંગીતા ને પૂછ્યું..
સંગીતા એક સવાલ કરું છું. તારા ઉપર શંકા કરવી એટલે ભગવાન ઉપર શંકા કરવી બરાબર છે..પણ શંકા નું સમાધાન ન થાય ત્યાં સુધી ઈશ્વર ઉપર પણ આપણી શ્રદ્ધા ડગી જાય છે.. તારી હાથ ની બંગડી ,કાન ની બુટ્ટી અને આંગળી ની વીંટી ક્યાં છે ?
એ તો મેં લોકર માં.મૂકી દીધી..સંગિતા બોલી
મેં તેનો હાથ પકડી કીધું…સંગિતા.. આ શ્યામ ના માથે હાથ મૂકી જે હોય તે સત્ય કહે…
સંગિતા એ હાથ છોડાવી કીધું….
“સંદીપ….સત્ય તારે જાણવું જ છે તો સંભાળ…મેં મારા ઘરેણાં એક વર્ષ માટે ગીરવે મુક્યા છે…. અમારી કંપની માં 50% પગાર કાપ આવ્યો છે. તું પણ કહેતો હતો. તારી કંપની માં પણ 50 % પગાર કાપ આવ્યો છે..આગળ નું નોકરી નું ભવિષ્ય ખબર નથી…આ બધી ઉપાધિ કેટલી લાંબી ચાલશે એ તું કે હું જાણતા નથી
તું પણ જાણે છે બેન્ક ના હપ્તા ઘર માટે ની લૉન પેટે ત્રણ મહિના થી ચઢી ગયા છે..હવે સ્કૂલ ખુલશે એટલે શ્યામ ની ફી…30જૂને મેડિકલેમ નો હપ્તો આવે છે ..આ બધા વિચારો થી મારી રાત અને તબિયત બગડતી હોય તેવું મને લાગ્યું…
બેન્ક માંથી પણ હપ્તા માટે વારમવાર મારા ઉપર ફોન આવવા લાગ્યા છે…આવી પરિસ્થતિ માં મને તને ડિસ્ટર્બ કરવો યોગ્ય ન લાગ્યું….”
આટલું બોલી સંગિતા લોખંડ ના કબાટ તરફ ગઈ કબાટ ખોલી મારા હાથ માં રૂપિયા 95000 મુક્યા… સંદીપ આમાંથી 10000 રૂપિયા પ્રમાણે ત્રણ મહિના ના બેન્ક ના હપ્તા…શ્યામની છ મહિનાની સ્કૂલ ફી તથા મેડિકલેમ નીકળી જશે..બીજા વધે એટલા આકસ્મિક ખર્ચ માટે રાખશું…
હું સંગિતા ની સામે જૉઈ રહ્યો ..કંઈ બોલવા જેવું હતું જ નહીં..એક આદર્શ પત્ની તરીકે ની ફરજ તે ભજવી રહી હતી. એ મારી સામે જોઈ બોલી 1 વર્ષ માં બધું રેગ્યુલર થઈ જશે એટલે આપણે ઘરેણાં છોડાવી નાખીશું…
સંગિતા આટલો મોટો નિર્ણય લેતા પહેલા તારે મને જાણ કરવી જોઈએ.
સંદીપ તારા હાર્ટ નું ઓપરેશન ત્રણ વર્ષ પહેલાં કરાવેલ છે.આ બધું ટેન્શન હું તને આપવા માંગતી ન હતી….
જાન હે તો જહાંન હે! આટલું બોલી સંગિતા જાણે કંઈ બન્યું ન હોય તેમ મારા હાથ માં તાળી મારી હસવા લાગી.
મેં સંગિતાનો હાથ પકડી કીધું સંગિતા સંસાર લગ્ન સબંધ ને સોના થી જોખે છે…. વ્યવહાર કરતી વખતે સમાજ હમેશા પૂછે છે દીકરી…કેટલુ સોનુ લઈ આવી ? પણ કોઈ એવું પૂછતું નથી કેટલા સંસ્કાર લઈ ને આવી..
ભગવાન એક તુલસી પાન ના વજન થી જોખાઇ ગયા તેમ હું તારા અમૂલ્ય પ્રેમ સામે નતમસ્તક બની ઝૂકી ગયો છું. પતિ પત્ની નો પ્રેમ આવો પણ હોઈ શકે તેની મને કલ્પના નહોતી.
તારો સંદીપ તને વચન આપે છે…મારા જીવન ના છેલ્લા શ્વાસ સુધી હું તારા આ પ્રયત્ન અને ઉપકાર ને ભૂલીશ નહીં…તેં સાબિત કરી બતાવ્યું..કે FB ઉપર બે ચાર રૂપકડા શબ્દો લખી પ્રેમ બતાવવાનો સમય નથી… લગ્ન એતો ત્યાગ , સમર્પણ, વિશ્વાસ અને એક બીજા ના આત્મસન્માન સાથે જોડાયેલ કડીઓ છે..ફક્ત ચાર ફેરા ફરવાથી લગ્ન નથી થતા…
હું સંગિતા ને ભેટી પડ્યો…એક ચિંતા વગર ની સવાર ફરીથી ઊગી…ફરી અમે કામે લાગી ગયા….
આવતી કાલે રવિવાર પણ હતો..અને અમારી લગ્ન ની તારીખ પણ હતી…..પણ આર્થિક સંકડામણ અને લોકડાઉન ને કારણે કોઈ ખાસ તૈયારી કરી ન હતી
રવિવારે સવારે સંગિતા એ મને પપ્પી કરી કીધું ડીયર હેપી મેરેજ ડે…. મેં પણ તેના હાથ ઉપર કિસ કરતા કીધું. હેપી મેરેજ ડે ડાર્લિંગ… એક વાત કહું..સંગિતા..આ તારા કાન, હાથ અને આંગળી ઘરેણાં વગર સારા નથી લાગતા…
ફરી થી એજ વાત… ભૂલી જા સંદીપ મુસીબત ના સમયે ઘરેણાં લોકર કે શરીર ની શોભા બની રહે તે કેટલું યોગ્ય છે ? આપણા ઘરે આવી બેન્ક ના લોકો ઊંચા અવાજે હપ્તા ની ઉઘરાણી કરે એ યોગ્ય તો નથી..
અરે ગાંડી.. તારા ઘરેણાં તારા શરીર ની શોભા છે…હું એવા વચન પણ નથી આપતો જે પુરા કરવા માટે હું અસમર્થ હોઉં .હું તને ખોટા વચન આપી તારી નજર માં ઉતરવા પણ નથી માંગતો
એક સ્ત્રી ને શોભે તેટલા પાર્વતી અલંકાર ની તો તું હક્કદાર છે એ પણ તું ઘર ખર્ચ માટે ગીરવે મૂકે એ મને માન્ય ન હતું…
લે આ તારા ઘરેણાં…જે તેં ગીરવે મુક્યા હતા…મેં માથે હાથ ફેરવી.કીધું હેપી મેરેજ ડે… સંગિતા….લાવ તારી આંગળી હું તને વીંટી પહેરાવું.
તમે આ ઘરેણાં… હા સંગિતા .જયારે જયારે મારુ ઇન્ક્રિમેન્ટ થયું હતું..ત્યારે ત્યારે એ રકમ નું મેં રીકરીંગ એકાઉન્ટ કરાવ્યું હતું….મુસીબત સમય ની સાંકળ સમજી મેં તને કીધું ન હતું…આજે આ સાંકળ ખેંચવા નો સમય આવી ગયો એવું સમજી મેં એ રકમ ઉપાડી તારા ઘરેણાં જવેલરી ને ત્યાંથી છોડાવી દીધા…..
તમે તો મારા કરતાં છુપા રુસ્તમ નીકળ્યા…
ના સંગિતા….આપણે જે કરીયે છીયે એ પરિવાર કે ઘર માટે કરીયે છીયે..અંગત કોઈ તારો કે મારો સ્વાર્થ નથી…
મિત્રો, મધ્યમવર્ગ ની જીંદગી “એક સાંધતા તેર તૂટે” જેવી છે… ઘર ના હપ્તા અને બાળકો ને ભણવવા અને આકસ્મિક ખર્ચ ના સરવાળા બાદબાકી કરતા કરતા ઘડપણ ક્યારે ઉંબરે આવી ઉભુ રહી જાય છે એ ખબર જ નથી પડતી… છતાં પણ જીવન સાથી જો સમજુ હોય તો…પતિ પત્ની નો પ્રેમ અડગ હોય તો ઉજ્જડ ઉપવન માં પણ તે બગીચો બનાવી દે છે..
Also read : દરિદ્રતા દૂર કરવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા