બાળકોને સંસ્કાર ને બદલે માત્ર અંગ્રેજી શીખવશો તો પસ્તાશે કોણ? તમે!!
બાળકોને સંસ્કાર ને બદલે માત્ર અંગ્રેજી શીખવશો તો પસ્તાશે કોણ? તમે!!
ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું એક એવા વિષય પર વાત કરવા માગું છું જે બહુ સંવેદનશીલ છે. આજકાલ ના માબાપ પોતાના એક ના એક બાળકને લાડ લડાવવા માં પાછી પાની કરતાં નથી. પોતાના શોખ બાજુ પર મૂકીને બાળકો ને સારામાં સારી સ્કૂલમાં ભણાવવાથી લઈને તેના મોજશોખ પર ખૂબ ખર્ચો કરે છે. બાળકોને પ્રેમ આપવામાં કઈ ખોટું નથી પણ સંતુલન રાખવું જરૂરી છે. અંગ્રેજી ભાષા અને તેના મેનર્સ શીખવવામાં આપણે તેમને આપણા સંસ્કાર અને સભ્યતા શીખવવાનું જો ચૂકી જઈશું તો આગળ જઈને આપણને જ ખૂબ પસ્તાવો થશે.
બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો, ‘બર્થડે”મેરેજ એનીવર્સરી’ વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ…માતા પિતા ને ‘મમ્મા’ ડેડા’ કેતા પણ શીખવો.
અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ…કારણ કે…
🔸બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય… એના બદલે છરી થી ‘કેક’ કેમ કપાય એ શિખવનાર આપણે…
🔸મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે, કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે..
🔸પેલ્લી વાર બહાર જતા, ‘જય શ્રી કૃષ્ણ’ ને બદલે ‘બાય બાય’ કેતા શિખવનાર આપણે..
🔸પરીક્ષા આપવા જતી વખતે ઈષ્ટ દેવ /વડીલો ને પગે લગાડવા ને બદલે ‘Best of Luck’ કહીને સ્કૂલે મોકલનારા આપણે..
🔸બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે, હોટેલ મા કચરો ખાવા મોકલનારા આપણે..
🔸આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે કુળદેવતા / દેવ દર્શને મોકલવાને બદલે…હનીમુન કરવા ‘ફોરેન’ ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે..
🔸ઘણી એવી અંગ્રેજ કલ્ચર છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે…વાંક કોનો..?? માત્ર તમારો (મા-બાપ)
ઈંગ્લીશ માત્ર ભાષા છે… તેને શીખવાની હોય.. પણ સંસ્કાર તો આપણી માટી ના જ ઉતારવાના હોય.. શાંતિ થી વિચાર કરી જુઓ.
Also read : ૧૦ ભારતીય પરંપરા અને તેની પાછળ નું રસપ્રદ વિજ્ઞાન