દરિદ્રતા દૂર કરવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા

ગુરુજી ની સંતવાણી

દરિદ્રતા દૂર કરવા અને શ્રીમંતાઈ સાચવી રાખવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા

એક મોટા ગામમાં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો.

તે ગામમાં એક સાધુ આવ્યા. તેમણે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવી ને બેઠા. ગામના લોકોને જાણ થઈ કે, આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુ મહારાજ ના પ્રવચન સાભંળવા આવવા લાગ્યા. મહારાજની વાણીથી લોકોમાં આંનદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી.

પેલા ગરીબ વાણિયા ને થયુ હું પણ તે સાધુના દર્શન માટે જાઉં. સાધુ ની જયા બેઠક હતી ત્યાં આવી મહારાજ ને નમન કરી દુર જઈ બેઠો. સમય થતા ગામજનો સહુ સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણિયો બેસી રહયો.

બપોરની વેળા થઇ મહારાજની નજર દુર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઇશારો કરી પાસે બોલાવ્યો. વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડી ને બેઠો. સાધુ બોલ્યા ભાઇ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહયા છો?વાણિયો બોલ્યો “મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખને દુઃખ છે, સુખ કોને કહેવાય તે મને ખબર નથી. ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છુ.”

Guru meditation
એક ગુજરાતી પ્રેરક કથા

મહારાજ ને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવીને વાણિયાનુ દુ:ખ જોયુ. સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા, “બેટા, ખરેખર તારા જીવનમાં દુ:ખ છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વરસ સુખના આપવા માંગુ છુ. બોલ તારે અત્યારે સુખ લેવુ છે કે ઘડપણમાં”,

વાણિયો બોલ્યો, “મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વરસ સુખ અત્યારે આપો કારણ દુ:ખ તો મે બહુ વેઠયુ. હવે સુખ આપો. પાછળ તો દુ:ખ વેઠી લઇશ.”

સાધુ બોલ્યા, “જા આજથી તુ જે કરીશ તેમાં તુ સફળ થઈશ.” આ સાભંળી વાણિયાની હોશ વધી, ઘેર આવી વધીઘટી ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન લઇ બજારમાં વેપાર કરવા બેઠો. થોડી વારમાં લાવેલ સામાન વેચાઇ ગયો તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેચાઇ ગયો.

આમ કરતા કરતા તેનો ધંધો જામી ગયો. ટુંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી અને તેનો ધંધો અને સાખ વધવા લાગી, નવુ ઘર બનાવ્યુ. લગ્ન કર્યા. એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો “મહારાજના આશીર્વાદ થી મારા જીવનમાં દુ:ખ જેવુ રહયુ નથી.”

સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનીમને જણાવ્યુ કે “આપણા ગામમાં ગૌશાળા, ચબુતરો, પરબ, ઢોરોને પાણી પીવા માટે હવાડો, અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યા.” આમ વાણિયાએ ધર્મકાર્ય ચાલુ કરી દીધા.

વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખુટવાના નથી સમય ચાલ્યો જાય છે. વાણિયા ના ઘેર દિકરાનો જન્મ થાય છે. આમ સુખમાં પાંચ, વરસ પુરા થવા આવે છે એટલામા ત્યા ફરતા ફરતા પાંચ વરસ પહેલા આવેલ સાધુ ફરી થી એ ગામમાં આવ્યા.

લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા. આ વાત જાણતા વાણિયો પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો. આવીને મહારાજના ચરણોમાં માથુ નમાવી પગે લાગ્યો.

મહારાજે વાણિયાને ઓળખી લીધો અને બોલ્યા, “કેમ ભાઈ મજામાં ને?”

વાણિયો બોલ્યો, “આપની કૃપાથી કોઇ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વરસ પુરા થવા આવ્યા છે. આપની કૃપાથી મે જીવનના બધા સુખ ભોગવ્યા છે. હવે દુ:ખ આવે તેની મને ચિંતા નથી.”

સાધુ બોલ્યા “તમારી વાત સાચી છે. હવે તમારા જીવનમાં દુ:ખની શરૂઆત થશે.” આટલુ બોલી મહારાજ શાંત થઇ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયા એ પાંચ વર્ષ શુ કર્યુ લાવ સમાધિમાં જોઇ જોવુ. આમ વિચારી તેમણે સમાધિ ચડાવી જોઈ લીધુ.

ત્યા વાણિયો બોલ્યો “ભગવંત હવે હું દુ:ખ વેઠવા તૈયાર છું.” મહારાજ બોલ્યા, “અરે ભાઈ, તે આ પાંચ વરસ માં એટલા બધા પુણ્યકાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુ:ખ નહી આવે પણ તારી સાત પેઢીમાં પણ દુ:ખ નહી આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યુ છે!!!”

ગુજજુમિત્રો, આ જ પ્રેરક કથા નો અને જીવનનો સાર છે. તમે બસ તમારા કર્મો કરતાં રહો અને તમારા જઆ ભાગ્ય ના નિર્માતા બની જાઓ. કરેલા કર્મો ની જીત થાય છે અને કર્મો સારા હશે તો પેઢીઑ તરી જશે.

Also read : શ્રી કૃષ્ણ ભગવાન વિષે ખૂબ જ રસપ્રદ ૭૮ જાણકારી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *