સંબંધ ને સમજવા માટે સાત શિખામણ
સંબંધ ને સમજવા માટે સાત શિખામણ
ગુજજુમિત્રો, સંબંધ નું રહસ્ય સમજવા માટે નીચેના અમુક સૂચનો પર મનન કરી જુઓ. મને આશા છે કે તમને કાઈક એવી સલાહ મળી જશે જે સંબંધો વિષે ની તમારી ગડમથલને ઉકેલી દેશે. વાંચો સંબંધ ને સમજવા માટે સાત શિખામણ.
- જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય એ દોરા પર કાતર ક્યારેય ના મારવી.
- ઘણીવાર એવું બનેછે કે આપણે મોજડીમાં જ મોહી પડ્યા હોઈએ છીએ અને મુકુટ આપણી રાહ જોતો હોય છે…
- આમ તો સંબંધ તોડવો ના જોઈએ પણ જ્યાં તમારી ઈજ્જત ના થતી હોય, એ સંબંધ રાખવો પણ ના જોઈએ.
- સંબંધોની પાઠશાળા ટકાવી રાખવા માટે ગણિતનો વિષય નબળો હોવો જરૂરી છે.
- સંબંધો માં કે મિત્રતામાં સમેવાળાની દુઃખતી નસની ખબર હોવાં છતાં, ક્યારેય એનો ફાયદો ના ઉઠાવો બસ એજ સાચી લાગણી અને સાચી મિત્રતા.
- અમુક લોકો આયુર્વેદિક જેવા હોય છે, ઇમરજન્સી માં ક્યારેય કામ ના આવે. પણ લાંબાગાળે એ જ તકલીફ દૂર કરે છે.
- જીદ હોવી જોઇએ સંબંધ નિભાવવાની સાહેબ,બાકી કોઈ ત્રીજી વ્યક્તિ સબંધ તોડી જાય એવું બને જ નહિ.
Read more posts here.