સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી

સુખી રહેવા માટે જીવનમંત્ર

સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી

ગુજ્જુમિત્રો, જીવનમાં અમુક માહિતી હાથવગી હોવી ખૂબ જરૂરી છે કારણકે તે ગમે તે સમયે કામ આવી શકે છે. આ લેખમાં હું સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી શેર કરી રહી છું. સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી મુસીબતના સમયે સ્ફૂર્તિથી નિર્ણય લેવામાં તમને મદદ કરશે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારા ઘરમાં સીનિયર સીટીઝન સદસ્ય હોય. હું એ પણ કહીશ કે આ માહિતી માત્ર તમારા જ્ઞાન માટે છે. તમારા ડોક્ટરની દવા અને સલાહ સર્વોપરી છે.

સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માપદંડો

હાઈ બ્લડપ્રેશર :
૧૨૦/૮૦ — સામાન્ય
૧૩૦/૮૫ — સામાન્ય થી થોડું વધારે પર ચિંતાની વાત નથી
૧૪૦/૯૦ — વધારે
૧૫૦/૯૫ — બહુ વધારે

લૉ બ્લડપ્રેશર :
૧૨૦/૮૦ — સામાન્ય
૧૧૦/૭૫ – સામાન્ય થી થોડું ઓછું પર ચિંતાની વાત નથી
૧૦૦/૭૦ – ઓછું
૯૦/૬૫ – બહુ ઓછું

હેમોગ્લોબિન :
પુરૂષ – ૧૩.૫ – ૧૭.૫
સ્ત્રી – ૧૨ – ૧૫.૫

ધબકારા (પલ્સ) :
૬૦-૮૦ દર મિનિટ – સામાન્ય

તાપમાન :
૯૮.૪ F – સામાન્ય
૧૦૦ F કે તેનાથી વધારે – તાવ

Drink Water

પાણી પીવા માટેનો યોગ્ય સમય :

હૃદયરોગનાં એક ડોક્ટરે જણાવ્યા મુજબ જો યોગ્ય સમયે પાણી પીવામાં આવે તો તે તમારી તંદુરસ્તી માટે મદદરૂપ થાય છે.

(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ જતા નથી. સાદી રીતે કહીએ તો નસ ચઢી જતી નથી. સ્નાયુઓને પાણીની જરૂર હોય છે, અને પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થઈ જાઓ છો.

મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી

હાર્ટએટેક આવે તો શું?

૨૦૦૮નાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં હાર્ટએટેક વિશે એક ઉપયોગી લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની અમુક માહિતી નીચે મુજબ છે :

(૧ ) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબ જ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબ જ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક જ દેખાય છે.

(૨ ) હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જાગ્યા નહોતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

(૩ ) જો તમને હાર્ટએટેક આવે અને જો તમને એસ્પીરીનની ઍલર્જી ન હોય તો તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકી દો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ, પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમને ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ. સુઈ જશો નહિ.

You may also like...

1 Response

  1. NP says:

    બહુ જ સુંદર
    અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *