તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા
તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા
વિષ્ણુપ્રિયા, સુરસા, વૃંદા જેવા અનેક નામોથી ઓળખાતી તુલસીને આપણી સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે. ચરણામૃત, પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો ભોગ, તેમાં તુલસીનું સ્થાન આગવું છે. આ ઉપરાંત એવા એનેક રોગો છે જેમાં તુલસી ના ઘરેલુ ઉપચાર થી રાહત મળે છે.
તુલસી ના ઔષધીય ગુણો
તુલસી અનેક ઔષધિય ગુણો ધરાવે છે. તે જંતુઘ્ન છે. તે ઉપરાંત તે એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરીયલ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. તુલસી લીવરના કાર્યને સુધારે છે. તે શરીરનું મેટાબોલીઝમ, એન્ટીટોક્સિફિકેશન, ઇમ્યુનીટી જેવા ઘણા જૈવરાસાયણિક કાર્યો સુધારે છે. તે શરીર માટે નુકસાનકારક કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે.
તુલસી ના આયુર્વેદિક ઉપચાર અને ફાયદા
તુલસી વિકૃત કફ અને વિકૃત વાયુ દૂર કરે છે. તુલસીનાં ઉપયોગથી શ્વાસ, ખાંસી, સળેખમ, શરદી, ઊલટી, અપચો, કૃમિ, હેડકી, ત્વચારોગ જેવા રોગમાં ફાયદો થાય છે. વજન ઓછું કરવા માટે, તુલસીના પાનને પીસીને દહીંના સાથે ખાવાથી વજન ઓછું થાય છે. શિયાળામાં આદુ અને તુલસીની ચ્હા પીવાથી શરદી – સળેખમથી બચી શકાય છે. તુલસીની ચ્હાનાં નિયમિત પ્રયોગથી શ્વાસની દુર્ગંધ, ગળાનું ઇન્ફેક્શન, દાંતનો સડો જેવા રોગમાં પણ ફાયદો થાય છે.
તુલસીનો રસ ત્વચા માટે ગુણકારી
ચહેરા માટે તુલસી, મિત્રો તુલસીમાં થાયમોલ નામનો એક પદાર્થ જોવા મળે છે. જે ત્વચા માટે ખૂબ સારું છે.આના પત્તા ને પીસીને ખીલ પર લગાવો.આ ખૂબ જલ્દી સારું કરી દે છે.આને નિયમિત ખાવાથી ચહેરા પર ચમક બની રહે છે.તુલસીના પાના પીસીને લીંબુનો રસ ઉમેરી આને ચહેરા પર લગાવવાથી ચહેરો ખુશખુશાલ બને છે.
તુલસી ના પાન નો ઉકાળો
તુલસીના પાનનો ઉકાળો પીવાથી માનસિક તનાવ દૂર થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો આ ઉકાળો પીવાથી ખૂબ આરામ મળે છે. શરદી,ખાસી અને તવામાં લાભદાયક,તુલસીના અમુક પાના મરી,કાળુ મીઠું અને આદુને પાણીમાં ઉકાળી પાવાથી શરદી ,ખાસી અને તાવમાં ખૂબ આરામ મળશે. (Also read : દાદીમાનો અમૃત ઉકાળો
તુલસીના પાન ચાવવાથી યુરીન માં બળતરા અટકે છે
પેશાબમાં બળતરા, તુલસીના પાન ચાવવાથી પેશાબમાં બળતરા નહિ થતી.જેને આ સમસ્યા છે તે આ પ્રયોગ કરે જરૂર લાભ મળશે.મહિલાઓની સમસ્યામાં તુલસીના લાભ, તુલસીના પાનને ચાવવાથી શ્વેત પ્રદરની સમસ્યામાં લાભ થાય છે.આના સેવનથી પીરીયડ સમયથી આવે છે.દર્દ વગેરેની સમસ્યા નહિ થતી. વળી,રોજ તુલસીના આઠથી દસ પાન ચાવીને ખાવાથી પાયોરિયા થવાનું જોખમ ધટી જાય છે અને પાચન સુધરે છે. જોકે, તેના વધુ પડતા સેવનથી પિત્તની વૃદ્ધિ થાય છે માટે તેનું સેવન નિયત માત્રામાં કરવું.
હેડકી અને મોઢાના રોગો માં લાભકારી
હિચકી બંધ કરવા માટે, હિચકી આવવા પર તુલસીના ત્રણ થી ચાર પાના ચાવી લો તરત આરામ મળશે. મોઢાના રોગો માટે લાભકારી, તુલસીના પાનાને પીસી તેલમાં ભેળવીને દાંતની સફાઈ કરો દાંતની કોઈ સમસ્યા નહીં થાય.તુલસીની કોમળ પાના નિયમિત રૂપથી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. મોઢામાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ નહીં થતું.
કાન ના દુખાવા માં રાહત કરે છે
કાનના રોગોમાં તુલસીના લાભ, તુલસીના રસમાં કપૂર ભેળવીને થોડું ગરમ કરી તેને કાનમાં નાખવાથી કાનના રોગોમાં રાહત મળે છે. જેમ કે કોઈનો કાન વહેતો હોય અને કાનમાં દુખાવો થાય સોજા હોય તો તમે કાનની બહારના હિસ્સામાં આ તેલથી મસાજ પણ કરી શકો છો.
સાપ ના ડંખ માં રાહત
કોલેસ્ટ્રોલ માં લાભદાયક, તુલસીની નિયમિત રૂપથી 5 પાના ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નહિ રહેતી.સાપ કરડવા પર, તુલસીના પાન તરત પીસીને ખાવાથી સાપનું ઝેર ઓછું થઈ જાય છે. એટલુ જ નહિ તુલસીની જડોને પીસી તા ઘી ભેળવીને તે સ્થાન પર લગાવવાથી તરત રાહત મળે છે.
શારીરિક દુર્બળતા ને દૂર કરે છે
મર્દાના તાકાત માટે, 100 ગ્રામ તુલસીના બીજમાં અડધો કિલો મોરસ ,માખણ ભેળવીને પાવડર બનાવી આને સવાર સાંજ એક ચમચી ખાઓ.આ એટલું તાકતવર ચૂર્ણ હોય છે કે તમારે શિલાજિત્ત જેવી જડી બુટિયો ની પણ જરૂર નહિ પડે છે.આ શારીરિક દુર્બળતા ને દૂર કરે છે.
પેટ ના દુખાવા માં રાહત
પેટમાં કીટાણુ, જો પેટમાં કીટાણુ પડી જાય તો તુલસીના પાનાને સવારે ખાલી પેટ ખાઓ.આમાં પેટના કીટાણુ પણ મરી જશે સાથે જ ગેસ જેવી સમસ્યા પણ નહિ રહેતી.એન્ટી એજેન્ટ તત્વ, તુલસીમાં એન્ટી એજેંટ તત્વ જોવા મળે છે.જે શરીરના વિષાક્ત તત્વોને બહાર કાઢી નાખે છે.રક્તને શુદ્ધ કરે છે.અને ત્વચાની રંગત સવારે છે.