ચહેરા પર કરચલીઓ અને કાળા ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપચાર
ચહેરા પર કરચલીઓ અને કાળા ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપચાર
👉 ગાજરને છીણી લો. તેમાં મુલતાની માટી ઉમેરો અને મિક્સ કરો. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. તેને ત્વચા પર વીસ મિનિટ માટે રહેવા દો. વીસ મિનિટ પછી ધોઈ લો, અઠવાડિયામાં એકવાર આમ કરો.
👉 બટેટાનો રસ કાઢીને ચેહરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
👉 5-7 તુલસીના પાનને પીસીને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને ત્વચા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. પિગમેન્ટેશનમાં તે ખૂબ જ ફાયદાકારક છે.
👉 એક ચમચી લીંબુનો રસ અને મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
👉 લાલ ડુંગળીનો ટુકડો કાપી લો અથવા તેનો રસ કાઢીને ફ્રીકલ અને દાગની જગ્યાએ લગાવો. લગભગ દસ મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
👉 તાજા એલોવેરાનો પલ્પ કાઢીને ચહેરા પર 5-7 મિનિટ સુધી મસાજ કરો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
👉 લીંબુના રસમાં 1 ચમચી હળદર પાવડર મિક્સ કરો. તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા દિવસમાં એકવાર કરો.
આ પણ વાંચો : ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર