લાજવાબ લીંબુ ના ૨૦ ફાયદા

લીંબુ પાણી

લાજવાબ લીંબુ ના ૨૦ ફાયદા

ગુજજુમિત્રો, આજે હું તમને લીંબુ ના ફાયદા વિષે જણાવવાની છું. આજકાલ આપણે સાંભળીએ છીએ કે વિટામિન સી યુક્ત આહાર આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ લીંબુ માત્ર વિટામિન સી જ નથી આપતું. તેમાં એવા અનેક ઘટકો છે જે ખરેખર લાજવાબ છે. આવો હું તમને જણાવું કે નાનકડા લીંબુ ના મહત્તમ ફાયદા ઉઠાવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

લીંબુનું પાણી પીવાના અનેક ફાયદા

૧. સવારના ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીરનું મીડિયમ  આલ્કલાઇન થાય છે. શરીરનું મીડિયમ આલ્કલાઇન  થવાથી કોઇ પણ ઉમ્મરે ખીલ થતાં નથી.

૨. તેમાં પેક્ટિન છે તેને કારણે ભૂખ ઓછી લાગે છે. અને વજન કાબૂમાં રહે છે.

૩. તેમાં પોટાશ્યમ હોવાથી તમારા પેશાબમાં સાઇટ્રેટનું પ્રમાણ વધે છે. તેથી ઓક્ષલેટનું પ્રમાણ ઘટી જાય છે એટલે કિડનીમાં ઓક્ષેલેટ સ્ટોન થતાં અટકી જાય છે. આ ઉપરાંત પોટાશ્યમને કારણે ડિપ્રેશનના દરદીઓને પણ ફાયદો થાય છે.

૪. લીંબુનું પાણી લીમ્ફેટિક સિસ્ટમને પાવરફૂલ બનાવે છે જેને કારણે તમારી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધે છે અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે.

૫. લીંબુનું પાણી પીવાથી કિડનીની પથરીની માફક ગોલબ્લેડરની પથરી થવાની શક્યતા ઓછી થાય છે અને ગોલબ્લેડરની પથરીને કારણે થતો દુખાવો ઓછો થાય છે.

૬. લીંબુના પાણીમાં વિટામિન સી છે જે એક પાવરફૂલ એન્ટિઓક્ષિડંટ છે જેને લીધે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસને કારણે થતો ચેપ લાગતો નથી. અને શ્વસન સંસ્થાન (રેસ્પિરેટરી સિસ્ટમ) દર્દો જેવા કે ઉધરસ, શરદી, સાઇનસ ભરાઇ જવા અને દમ જેવા દર્દો થતા અટકે છે.

લાજવાબ લીંબુ ના ૨૦ ફાયદા

૭. હાયેટ્સ હર્નિયાને કારણે જે લોકોને જમ્યા પછી એસિડિટી અને છાતીમાં બળતરાની ફરિયાદ હોય છે તે લીંબુના પાણી પીવાથી જતી રહે છે.

૮. લીંબુના પાણીથી તમારા હાથ અને પગની આંગળીના નખ મજબૂત થાય છે અને તેમાં સફેદ ડાઘા પડતાં બંધ થાય છે.

૯. નિયમિત લીંબુનું પાાણી પીનારાને ”ફૂડ પોઇઝનિંગ” થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

૧૦. શરીરના સાંધાના દુખાવા માટે યોગાસન કે બીજી કસરત કરનારાઓને લીંબુનું પાણી નિયમિત પીવાથી સાંધાના દુખાવામાં જલદી રાહત થાય છે અને દુખાવામાં ઘણો ફેર પડે છે.

૧૧. તમે જિમમાં કે ઘેર શરીરના મોટા સ્નાયુની કસરત થોડી વધારે કરી હોય ત્યારે લીંબુનું પાણી પીવાથી થોડીક વારમાં સ્નાયુનો દુખાવો ઓછો થઇ જાય છે.

૧૨. લીંબુના પાણીથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઇ જાય છે એટલે ”ગાઉટ”ના દર્દીઓને રાહત થાય છે.

૧૩. લીંબુનું પાણી પીવાથી શરીરનું સોડિયમ મીડિયમ આલ્કલાઇન થવાથી પેટના દર્દો જેવાકે પેટનો દુખાવો, ગેસ, ઊબકા અને ઉલ્ટી બંધ થઇ જાય છે.

૧૪. લીંબુનું પાણી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે તેથી પેટ સાફ આવે છે અને કબજિયાતનો ડર રહેતો નથી.

૧૫. નિયમિત લીંબુ પીવાથી  તમારું બી.પી. ઓછું થાય છે.

૧૬. લીંબુનું પાણી પીવાથી તેમાં રહેલા વિટામિન સીને કારણે તમારું મોં અને દાંત ચોક્ખા રહે છે અને અવાળા ફૂલી જતાં અટકે છે. મોંમાંથી આવતી વાસ (દુર્ગંધ) બંધ થઇ જાય છે.

૧૭. લીંબુનું પાણી પીવાથી લીવરને શક્તિ મળે છે અને એંઝાઇમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેને લીધે તમારા ખોરાકની ચયાપચય ક્રિયા (મેટાબોલીઝમ) સારી રીતે થાય છે.

૧૮. લીંબુ નું પાણી પીવાથી ચામડીના (ખસ, ખૂજલી અને ચકામાં)ના દર્દોમાં રાહત થાય છે.

૧૯. લીબુનું પાણી પીવાથી તેમાં રહેલા એન્ટીઓક્ષીડંટને કારણે કેન્સર સામે રક્ષણ મળે છે.

૨૦. રોજ લીંબુનો રસ પાણીમાં નાખીને પીવાથી આંખોની જોવાની શક્તિ સુધરે છે.

લીંબુનું પાણી કેવી રીતે બનાવશો અને ક્યારે પીશો ?

૧. લીંબુના રસને એક ગ્લાસ ચોખ્ખા પાણીના ગ્લાસમાં મેળવીને દિવસમાં બે વખત એક ગ્લાસ સવારે કસરત કરવા જાઓ તે પહેલા અથવા નાસ્તો કર્યા પહેલા ખાલી પેટે પીવાનો નિયમ રાખશો અને બીજો ગ્લાસ બપોરે કે સાંજે ચા નાસ્તો જમ્યા પહેલા પીવાનો નિયમ રાખશો. લીંબુના રસના પાણીમાં એક ચમચી મધ અથવા એક ચમચી ખાંડ નાખીને પીશો. ડાયાબિટીસ હોય તો કંઇ પણ નાખ્યા વગર પીશો.

૨. લીંબુનો રસ તાજો કાઢી તેમાં ચોખ્ખું પાણી નાખીને તરત પીવાનો નિયમ રાખશો. લીંબુના રસને પાણી સાથે મેળવીને ફ્રિજમાં રાખીને પછી પીવાનો કોઇ અર્થ નથી. એજ રીતે લીંબુનો રસ કાઢીને બાટલા ભરી રાખી ને તેમાંથી એક કે બે ચમચી પાણીમાં નાખીને શરબત બનાવીને પીવાનો કોઇ અર્થ નથી, કારણ તેના બધા જ ગુણો નાશ પામ્યા હોય આ વાત ખાસ યાદ રાખશો.

You may also like...

1 Response

  1. NITIN says:

    Very Good
    ????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *