પૂછો ખુદને કે વિશ્વાસ છે ખરો?

Quote

પ્રિય ગુજજુમિત્રો, આ લેખ વાંચીને ખુદને ચોક્કસ પૂછજો કે શું તમને ભગવાન પર વિશ્વાસ છે ખરો? તમારા સંબંધોમાં પણ સાચો વિશ્વાસ છે ખરો? આ એક પ્રેરણાદાયી લેખ છે જે તમને વિશ્વાસનો સાચો અર્થ જાણવા માટે આમંત્રિત કરે છે.

એક વાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાંબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો, તેણે પોતાના ખભા પર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો.

સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતા તે કલાકારે પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને અંતર પૂરું કરી લીધું.

ભીડ આહ્લાદથી ઉછળી પડી, તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી.

Audience

લોકો તે કલાકારના ફૉટો ખેંચી રહ્યાં હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં હતા. તેનાંથી હાથ મલાવી રહ્યાં હતા અને તે કલાકાર માઇક પર આવ્યો, ભીડ ને બોલ્યો, ”શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું?” ભીડ એકી અવાજે બોલી, હા,હા તમે કરી શકો છો.

તેણે પૂછ્યું, ”શું આપને વિશ્વાસ છે ?” ભીડ બોલી ઉઠી, ”હા પૂરો વિશ્વાસ છે, અમે તો શરત પણ લગાવી શકીયે છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી કરી શકો છો.”

કલાકાર બોલ્યો, ”પૂરે-પૂરો વિશ્વાસ છે ને ?” ભીડ બોલી, ”હા, હા પૂરો વિશ્વાસ છે.”

કલાકાર બોલ્યો, ”ઠીક છે, કોઈ મને પોતાનો દિકરો દઈ દો, હું તેને મારા ખભા પર બેસાડીને દોરડા પર ચાલીશ.”

એકદમ સન્નાટો ફેલાઈ ગયો!

કલાકાર બોલ્યો, ડરી ગયા……!
હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. તમને લાગે છે કે તમને મારામાં વિશ્વાસ છે પણ, અસલમાં વિશ્વાસ નથી!

આ જ કહેવાનું છે કે તમને ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ !!! જરા વિચાર કરો !

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *