ઉપવાસ માં ખાઓ કેળા ના ફરાળી ભજીયા
ગુજજુમિત્રો, શ્રાવણ હોય કે નવરાત્રી, અગિયારસ હોય કે ગુરુવાર નું વ્રત, ફરાળી ખાવાનું બનાવવું એ દરેક ગૃહિણી માટે પડકારજનક હોય છે. કારણકે સાબુદાણા કે મોરૈયા ની ખીચડી હંમેશા નથી ભાવતી. એટલા માટે અહીં કેળા ના ભજીયા બનાવવાની સરળ રીત રજૂ કરી રહી છું. મને આશા છે કે જલારામ ખમણ હાઉસ ની આ વિધિ થી તમે સ્વાદિષ્ટ ભજીયા ખૂબ જ સરળતા થી બનાવી લેશો.
સામગ્રી:
- ૨ પાકા અથવા કાચા કેળા ,
- અડધો કપ શિંગોડા નો લોટ,
- મીઠું,
- શેકેલું જીરા પાવડર અડધી ચમચી,
- આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી,
- દહીં ૨ ચમચી,
કેળા ના ફરાળી ભજીયા બનાવવાની રીત
- પાકા કેળા ના ટુકડા કરી,
- બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા,
- હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા.
- ગ્રીન ચટણી સાથે પીરસવા.
અવનવી વાનગીઓ અને મજેદાર લેખો માટે અહીં ક્લીક કરો : જ્ઞાનગંગા