ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત : શ્રાવણ મહિના સ્પેશલ
ગુજજુમિત્રો, શ્રાવણ મહિનો આવી રહ્યો છે. આ પાવન માસમાં મોટાભાગે લોકો ઉપવાસ કરતાં હોય છે. હાલમાં શ્રી જલારામ ખમણ હાઉસ તરફથી ફરાળી વાનગીઓ ની રેસીપી શેર કરવામાં આવી છે. આજે હું તમારી સાથે ફરાળી હાંડવો બનાવવાની રીત શેર કરી રહી છું.
સામગ્રી
- બટાકા ની છીણ એક કપ,
- પલાળેલા સાબુદાણા,
- રાજગરો અડધો કપ,
- શિંગોડા નો લોટ અડધો કપ,
- સિંગદાણા નો ભૂકો ૨ ચમચી,
- ૧ ચમચી દહીં,
- ખાંડ,
- આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી,
- લાલ મરચું,
- અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો,
- સ્વાદાનુસાર મીઠું.
ફરાળી હાંડવો બનાવવાની રીત
- ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું બનાવવું.
- હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું, ૧ ચમચી તલ નાખવા, લીમડો નાખવો, પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું.
- ધીમો ગેસ રાખવો.
- ડીશ ઢાંકી દેવી.
- પાંચ મિનીટ રાખવું.
- પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું.
- પૂડા જેવો હાંડવો થશે. ગરમાગરમ પીરસવું.
આ રેસીપી ને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. આશા કરું છું કે તમને આ પોસ્ટ ખૂબ મદદરૂપ નીવડશે.
Also read : દાળ પકવાન બનાવવાની સરળ રીત