દાળ પકવાન બનાવવાની સરળ રીત
ગુજજુમિત્રો, આજે હું તમને દાળ પકવાન બનાવવાની સરળ રીત જણાવવા માગું છું. દાળ પકવાન ની ખાસ વાત છે કે તેમાં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે અને ડાયાબીટીઝ ના દર્દીઓ માટે બહુ ફાયદાકારક પણ કારણકે તે ચણાની દાળ થી બને છે. બાળકો ને મનપસંદ આ વાનગી મહેમાનો ને પણ બહુ ભાવશે. ઈન્ટરનેટ પર તેની ઘણી બધી રેસીપી મળી જશે પણ હું ઘરે અજમાવેલી સરળ વિધિ શેર કરી રહી છું. મને આશા છે કે તમને મદદરૂપ થશે.
સામગ્રી
- ચણાની દાળ
- તેલ
- હળદર
- મીઠું
- આમચૂર
- જીરા પાવડર
સલાડ માટે
- કાકડી
- કોબીજ
- ટમેટા ઝીણા સમારી લેવા
પૂરી માટે
- મકાઈનો લોટ ૩/૪ બાઉલ
- મેંદાનો લોટ ૧ બાઉલ
- ઘઉનો લોટ ૧ બાઉલ
દાળ પકવાન બનાવવાની રીત
- ચણાની દાળ ને એક કલાક પલાળી રાખવી. પછી તેને બાફી લેવી .
- તેમાં હળદર,મીઠું,આમચૂર,જીરા પાવડર નાખીને એક લોયામા ૩ ચમચી તેલ મુકી પાણી બળી જાય ઘટ્ટ થાય એટલે ઉતારી લેવાનું.
- ત્રણેય લોટ મિક્સ કરી મીઠું અને મોણ નાખી બાંધી લેવો ત્યારબાદ રોટલી જેટલી મોટી પુરી વણી તેમાં કાપા પાડવા જેથી પુરી ફૂલે નહી કડક થાય.
- પુરી તળતી વખતે વચ્ચે જારો રાખી દબાવવાનું જેથી ઉપર નીચે બંને સાઈડ તળાય જાય તે વિડીયો માં બતાવેલ છે.
- સમારેલા સલાડમાં મીઠું મરચું અને લીંબુ નાખવું પછી પુરી ઉપર ચણાની દાળનું લેયર કરીને ઉપર સલાડ નાખી સર્વ કરવું.
તો મિત્રો, આજે જ બાનવો દાળ પકવાન અને પરિવાર ને તેની લિજ્જત નો આનંદ લેવા દો .
Also read: સ્ટર ફ્રાઈ વેજીટેબલ – શાકભાજીનો બુસ્ટર ડોઝ