મધ્યમવર્ગીય પરિવારોમાં આર્થિક સ્થિતિ બગાડવાના દસ કારણો

બજેટ એટલે શું

ગુજજુમિત્રો, છેલ્લા વીસ વર્ષોમાં મધ્યમવર્ગીય પરિવારોમાં આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેને પૂછો એ કહે છે કે માંડ માંડ ગાડું ચલાવી રહ્યા છે. સંતોષ નો અનુભવ કોઈને નથી. શાંતિ ક્યાંય નથી. તો ચાલો સમજી આર્થિક સ્થિતિ બગડવાના દસ કારણો.

  1. ઘર ના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટ ફોન.
  2. દેખાદેખીમાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ.
  3. બાઈકથી ચાલતું હોય તો પણ સ્ટેટ્સ માટે કાર લેવાનો ટ્રેન્ડ.
  4. ઘરમાં બનેલું ઓછું ખાવું. શનિ રવિ બહાર જમવા જવાનો ચસ્કો.
  5. બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું વળગણ.
  6. જન્મદિવસ અને મેરેજ એનીવર્સરીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધુમાડો.
  7. સગાઈ અને લગ્નમાં ભભકો દેખાડવા ગજા બહાર પૈસા ખોટો વેડફાટ.
  8. પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવવાની ફેશન અને સ્કૂલ તથા ટ્યુશન ફીમાં વધારો.
  9. ખોટી લાઈફ સ્ટાઈલ ના કારણે મેડીકલ ખર્ચ માં વધારો.
  10. લોન નું ઊંચું વ્યાજ અને ક્રેડીટ કાર્ડ ન કારણે વધુ વસ્તુઓ ખરીદવાની કુટેવ.

મિત્રો, આ ખર્ચા ઓ મુજબ કમાણીમાં વધારો થઈ રહ્યો નથી. પરિણામે મોટાભાગના ઘરોમાં અશાંતિ છે. તો હવે શું કરવું જોઈએ?

આર્થિક સ્થિતિ સુધારવા ના ઉપાયો બહુ સરળ છે. જાત મહેનત પર નિર્ભર રહો. જેટલી આવક એનાથી ઓછી જાવક હોવી જોઈએ. તેથી જ જરૂરિયાત વગરના ખર્ચા ઓછા કરો. યાદ રાખજો, માણસની મૂળ જરૂરિયાત બસ રોટી, કપડાં અને મકાન ની જ છે. પૈસા ની બચત કરો અને કરકસર કરો.

Car service

Also read : લક્ષ્મીની પ્રાપ્તિ માટે ૪૦ સરળ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *