લક્ષ્મીની પ્રાપ્તિ માટે ૪૦ સરળ ઉપાયો

લક્ષ્મીની પ્રાપ્તિ માટે ૪૦ સરળ ઉપાયો
કોઈપણ માનવી સર્વસુખ ઈચ્છે છે અને એ દરેકનો હક્ક છે. પણ એ સુખ બધાને સહજ સુલભ હોતું નથી. એ પામવા સતત પ્રયત્નશીલ રહેવું પડે. શાસ્ત્રી રાજેશ આચાર્ય આપણને કેટલાક અનુભવસિદ્ધ સહજ નિયમો જણાવે છે અને કહે છે કે એ રીતે વર્તન કરતા પોતાનું જીવન સુખી બનાવી શકાય. ચાલો વાંચીએ લક્ષ્મીની પ્રાપ્તિ માટે સરળ ઉપાયો.

- ઘરમાં કબૂતરોના માળા ન બનવા દેવા જોઈએ.
- ઘરમાં બાવા,ઝાળા, કરોળિયા ન થવા દેવા .
- નિયમિત ઝાપટઝૂપટ કરી કચરો કાઢવો જોઈએ.
- સંધ્યા સમયે સીધો કચરો સાવરણીથી બહારના કાઢવો.કાઢવો જ હોય તો ઘરમાં જ સુપડીમાં ભરી ઘરની બહાર ફેંકી અલક્ષ્મી દૂર કરવાના ભાવથી જવા દેવો.અથવા અળસ જાય લક્ષ્મી આવે એમ બોલી કચરો ત્યાગવો.
- ઘરની સામે કચરાનો ઢગલો કે ઉકરડો ન થવા દેવો જોઈએ.
- ઘરના આંગણાને વાળી ઝુડી સાફ રાખવું,બગીચો હોય તો તેની સંભાળ લેવી,દિવસમાં એકવાર પણ બગીચામાં ભ્રમણ કરવું.
- ઘરમાં પ્રવેશતા સાવરણી ,સુપડી ,જુતા ના દેખાવા જોઈએ, સાવરણી સુપડી જુતાને અડી હાથ ધોવા જોઈએ.
- ધોકો,પાટલો સાવરણો, ઉભા ના મુકવા જોઈએ.
- સાવરણીને ક્યારેક પગ અડાડવો ન જોઈએ. સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ.
- પથારીમાં રૂપિયા પૈસા કે પવિત્ર માળા વસ્તુઓ ના મુકવી જોઈએ.
- પાણીનું માટલું,ઘડો,કળશ ક્યારેય ખાલીના રાખવા.ખાલી હોય તો ઊંધા વાળી રાખવા.
- રસોડું ,પાણીયારું ચોખ્ખું રાખવું. ખાર, ચીકાશ,એંઠવાડ કે ગંદકીના થવા દેવી.
- છુટ્ટા વાળ રાખી રસોડામાં પ્રવેશવું નહીં, કાર્યના કરવું ,ન રાંધવું, ન પીરસવું.
- રાંધવાના વાસણો, અન્ન ભરવાના કોઠારો, શાકની થેલી, પાણીના પાત્રો વગેરેનો ક્યારેય છુટ્ટો ઘા ના કરવો.
- તિજોરી,કબાટ,ફ્રીજ વગેરે પગથી બંધ ના કરવા.
- ઘરના દરવાજા ને લાત મારી પગથી ખોલવા વાસવા ન જોઈએ.
- દવા,પુસ્તકો ઉત્તર તરફ્ર રાખવા જોઈએ.
- ખાલી તપેલી,તાવડી ચૂલા પર કારણ વિના ન રાખવા જોઈએ,
- રોટલી બનાવવાના દરેક સાધનો નિયમિત સાફ કરવા જોઈએ.
- વધારાનો બાંધેલો લોટ રાત્રી એ ઘરમાં ન રાખવો જોઈએ એ પ્રેતપિંડ બની જાય છે.
- પ્રમાણસર તાજું બનાવવું તાજું જ ખાવું.
- ક્યારેય રસોઈના વાસણો એંઠા હાથે ચાટવા ન જોઈએ. ખર ખર અવાજ આવે એવુ બળેલું અન્ન ખોતરવું કે ખાવું ન જોઈએ.
- એંઠા હાથે અન્યને પીરસવું ન જોઈએ. કોઈને એઠું ખવડાવવું કે ખાવું ન જોઈએ.
- મેલા કપડાં કે વાસણો મુકીના રાખવા જોઈએ.રાત્રે કપડાં ધોવા કે સૂકવવા ન જોઈએ.
- ગમે એટલો પ્રેમ હોય ક્યારેય એક જ થાળી માં ન જમવું જોઈએ.
- પીરસતા કે જમતાં જે નીચી પડી જાય તે જવા દેવું પણ ઉપાડી ફરી થાળીમા મૂકવું કે ખાવું ન જોઈયે.
- સ્ત્રીઓ એ ઘરની બારસાખ પકડી ઉભું ન રહેવું કે ઉંબરા પર ન બેસવું.
- જ્યાં ત્યાં વાળ ન ઓળવા.
- ટોયલેટ બાથરૂમ નિયમિત સાફ કરવા જોઈએ.
- રાત્રે પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સૂવું. સવારે ઉઠી ગુરુ અથવા કુળદેવનું સ્મરણ કરવું.
- ઉઠીને પથારી પલંગ ઝાપટી સાફ કરવા.
- રાત્રે સાવ અંધકાર ન રાખવો ડિમ લાઈટ અવશ્ય રાખવી.
- કાંસકામાં વાળ ભરેલા ન રાખવા, વાળ ક્યારેય વેચવા કે બાળવા નહીં.
- ફાટેલા જુના વસ્ત્રો, પગરખાં કે બીજા ઉતરેલા ન પહેરવા. સ્નાનાદિ થી પવિત્ર થઈ સુગંધીત દ્રવ્યો છાંટી પ્રસન્નચિત્ત રહેવું.
- ઘરમાં તૂટેલા નળ, બંધ ઘડિયાળ,તૂટેલા ફોટા, ન રાખવા કે કારણ વિનાનો કચરો ભેગો ન કરવો.
- હંમેશા મોઢામાંથી હકારાત્મક શબ્દો જ નીકળવા જોઈએ એનું ધ્યાન રાખવું. કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક અને પ્રસન્નતા પૂર્વક જીવવું.
- કોઈનું અપમાન ન કરવું. અનિચ્છનીય વ્યક્તિ અને વાતાવરણથી દૂર રહેવું.
- દીવો, અગ્નિને ક્યારે ફૂંક મારી ઓલવવો નહીં.
- ચાડી ચુગલી, નિંદા કે પારકી પંચાતમાં સમય ના વેડફવો.
- શક્ય એટલું મહેનત ની કમાણી થી જીવનનો નિર્વાહ કરવો. ઉધારી થી બચવું. ઓછું કમાઓ તો સરળ જીવન જીવો, અણહક નો પૈસો કુલક્ષ્મી કહેવાય છે જે અંતે તો બીમારી કે ચોરી માં દસ ગણા થઈને નીકળી જાય છે.