સૌથી વધુ વપરાતા ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી

હાર્ટ એટેક વિશે

સૌથી વધુ વપરાતા ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી

ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું તમને સૌથી વધુ વપરાતા અગત્યના ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી આપી રહી છું. આ શબ્દો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. આના અર્થ સમજીશું તો મેડિકલ રિપોર્ટ ને પણ સારી રીતે સમજી શકીશું. અહીં આ મેડિકલ શબ્દો અંગ્રેજીમાં આપું છું કારણકે રિપોર્ટમાં પણ તે અંગ્રેજીમાં જ આપવામાં આવશે.

  1. Benign: સૌમ્ય: કેન્સરગ્રસ્ત નથી
  2. Malignant: જીવલેણ: કેન્સરગ્રસ્ત
  3. Anti-inflammatory: સોજો અને દુખાવો ઘટાડે છે (જેમ કે Ibuprofen અથવા Naproxen નામની દવાઓ)
  4. Body Mass Index (BMI): બોડી માસ ઇન્ડેક્સ (BMI): ઊંચાઈ અને વજનના આધારે શરીરની ચરબીનું માપન
  5. Biopsy (બાયોપ્સી): પરીક્ષણ માટે માંસપેશીનો નમૂનો લેવો
  6. Hypotension(હાયપોટેન્શન): લો બ્લડ પ્રેશર
  7. Hypertension(હાયપરટેન્શન): હાઈ બ્લડ પ્રેશર
  8. Lesion (જખમ): ઘા, સોજા અથવા કાપો લાગવો
  9. Noninvasive(બિનઆક્રમક): શરીરની અંદર સાધનનો પ્રવેશ કરવાની જરૂર નથી; સામાન્ય રીતે સરળ ચિકિત્સા
  10. Outpatient(બહારના દર્દીઓ): જે દિવસે ભરતી થયા એ જ દિવસે ડિસ્ચાર્જ થશે
  11. Inpatient(ઇનપેશન્ટ): એક અથવા વધુ દિવસો માટે રાતવાસો કરશે
  12. In remission (રીમીશન માં): રોગ વધુ ખરાબ નથી થઈ રહ્યો; રોગ ઓછો થઈ હ્યો છે પણ એવું ના સમજવું કે રોગ જડમૂળ થી નાબૂદ થઈ ગયો.
  13. Membrane (મેમ્બ્રેન): કોમળ પેશીનો પાતળો પડ જે બે રચનાઓ વચ્ચે જોડાણ તરીકે કામ કરે છે
  14. Acute : અતિશય તીવ્ર માંદગી અથવા દર્દ
  15. Angina(કંઠમાળ): હૃદય સંબંધિત છાતીમાં દુખાવો જે આવે છે અને જાય છે
  16. Gastroesophageal Reflux Disease (GERD) (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ): છાતીમાં બળતરા
  17. Cellulitis સેલ્યુલાઇટિસ: ત્વચાની નીચે સોજા વાળી અથવા ચેપગ્રસ્ત માંસપેશી
  18. Epidermis એપિડર્મિસ: ત્વચાનું સૌથી બહારનું સ્તર
  19. Neutrophils ન્યુટ્રોફિલ્સ: સફેદ રક્ત કોષનો સૌથી સામાન્ય પ્રકાર
  20. Edema એડીમા: સોજો
  21. Embolism એમ્બોલિઝમ: જામેલા લોહીની ગાંઠ
  22. Sutures : ટાંકા
  23. Polyp : પાતળા પેશીઓનો સમૂહ અથવા વૃદ્ધિ
  24. Compound fracture કમ્પાઉન્ડ ફ્રેક્ચર: તૂટેલું હાડકું જે ત્વચામાંથી બહાર નીકળે છે
  25. Comminuted fracture કમિન્યુટેડ ફ્રેક્ચર: તૂટેલું હાડકું જે ઘણા ટુકડાઓમાં વિખેરાઈ જાય છે

Also read : કૌટુંબિક સમસ્યા નો ઉકેલ લાવતા સુપ્રીમ કોર્ટના જજની અમૂલ્ય સલાહ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *