ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ
ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ
શું તમે જાણો છો કે આપ સર્વેના ઘરમાં રહેલી ઘડિયાળ શું સંદેશ આપે છે? ઘડિયાળ દરેક એક એક કલાકે આપણને કેવા કેવા શુભ અને સંકેતો આપે છે તે જાણો અને યોગ્યતા મુજબ તેનો અમલ કરો. વાંચો : ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ
🕐 જ્યારે ૧ વાગે : ત્યારે યાદ કરાવે છે હે જીવ તું એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે.
🕑 જ્યારે ૨ વાગે : ત્યારે જીવનમાં છોડવા જેવા બે ભાવોને છોડીને મુક્ત થવાનું સુચવેછે તે ભાવો છે ” રાગ અને દ્વેષ”
🕑 જ્યારે ૩ વાગે : ત્યારે એવા ત્રણ તત્વો ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાનું સુચવે છે. આ 3 તત્વો છે “દેવ-ગુરુ-ધર્મ”
આ ત્રણેય શ્રદ્ધેય છે.
🕚 જ્યારે ૪ વાગે : ત્યારે ૪ પાપ કષાયો ખાસ ત્યજવા યોગ્ય છે તે છે “ક્રોધ-માન-માયા-લોભ”
🕓 જ્યારે ૫ વાગે : ત્યારે આપણે પ ઈન્દ્રિયોને વશ કરવાનું સૂચવે છે.
🕚 જ્યારે ૬ વાગે : ત્યારે છકાય જીવોની રક્ષા કરવાનું ખાસ સૂચન છે.
🕚 જ્યારે ૭ વાગે : ત્યારે તો સાત કુવ્યસનો નો ત્યાગ કરવો એ અનિવાર્ય છે એમ સૂચવે છે.
🕚 જ્યારે ૮ વાગે : ત્યારે ૮ કર્મો ને તોડવાનો પ્રયત્ન કરવાનું સૂચવે છે.
🕚 જ્યારે ૯ વાગે : ત્યારે નવ પુણ્યકર્મ નું ખાસ ઉપાર્જન કરવાનું સૂચવે છે. એતો પરભવનું ભાતું છે.
🕚 જ્યારે ૧૦ વાગે : ત્યારે દશ યતી ધર્મ ની આરાધના કરવાનું ભૂલી ન જતા એવું સૂચવે છે.
🕚 જ્યારે ૧૧ વાગે : ત્યારે ૧૧ પ્રતિમાઓને ધારણ કરવાનું સૂચવે છે.
🕚 જ્યારે ૧૨ વાગે : ત્યારે શ્રાવકના બાર વ્રતો અને બાર ભાવનાઓ નું અતિ ચિંતન કરવાનું લક્ષ રાખો એમ સૂચવે છે. !!!
Also read : ઘરમાં દીવો કરવાના અદ્ભુત ફાયદા