ઘરમાં દીવો કરવાના અદ્ભુત ફાયદા

દીવા ની જ્યોત

ઘરમાં દીવો કરવાના અદ્ભુત ફાયદા

ગુજજુમિત્રો, તમે પૂજા તો કરતા હશો. પણ તમે હાથ જોડો છો, અગરબત્તી સળગાવો છો, કે પછી દીવો પ્રકટાવો છો. જો તમને રેગ્યુલર ભગવાન પાસે દીવો પ્રકટાવવાની આદત ન હોય તો આજથી પાડી દો. તમારી આ આદત તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આજે આપણે ઘરમાં દીવો કરવાના અદ્ભુત ફાયદા વિશે જાણીએ.

તમને ખબર નહિ હોય, પણ દીવો પ્રકટાવવાથી માત્ર ઘરની શોભા જ નથી વધતી,પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ નિરોગી રહે છે. હિન્દુ પરંપરા અનુસાર,પૂજામાં દીવો પ્રકટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે, જેમાં ઘી કે તેલ નાખે રુથી જ્યોતિ પ્રકટાવવામાં આવે છે.

પારંપરિક રીતે માત્ર માટીના જ દીવા પ્રકટાવવામા આવે છે, પરંતુ હવે લોકો પોતાના ઘરમાં ઘાતુના દીવા પણ પ્રકટાવે છે. દીપક પ્રકટાવવા પાછળ ઘરના વડીલો તર્ક આપે છે કે તેનાથી ઘરમાં અંધકાર દૂર થાય છે. પરંતુ તેના ફાયદાના વાત તો સાયન્સમાં પણ કરવામાં આવી છે.

જો તમે ઘી કે સરસવના તેલનો દીવો પ્રકટાવ્યો હોય તો દીવાની જ્યોતથી ઉડતો ધુમાડો ઘર માટે એર પ્યુરીફાયરનું કામ કરે છે. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી દે છે. સાથે જ દીપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા દૂર કરવામાં પણ મદદ કરે છે.

Car service

માનવામાં આવે છે કે, તેલની દીવાની અસર તે ઓલ્યા બાદ અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે. તો ઘીનો દીવો ઓલ્યા બાદ પણ અંદાજે ચાર કલાક સુધી વાતાવરણને સાત્વિક બનાવી રાખે છે. તેનાથી અસ્થમાના દર્દીઓને બહુ જ ફાયદો પહોંચે છે. રોગ દૂર કરે છે

દીવો ઘરની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે દીવાની સાથે એક લવિંગ પણ બાળવામાં આવે. તેનાથી અસર બે ગણી થઈ જાય છે.

ઘીમાં ચામડીના રોગ દૂર કરવાના તમામ ગુણ છે. આ કારણે માનવામાં આવે છે કે, ઘીનો દીવો પ્રકટાવવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે. તેના દ્વારા પ્રદૂષણ પણ દૂર થાય છે.

ઘીનો દીવો પ્રકટાવવાનો ફાયદો આખા ઘરને મળે છે.પછી ભલે કોઈ વ્યક્તિ પૂજામાં સામેલ થઈ હોય કે નહિ. હકીકતમાં જ્યારે દીવામાં નાખેલું ઘી આગના સંપર્કમાં આવે છે, ત્યારે વાતાવરણને પવિત્ર બનાવે છે.

Visit our spiritual section : સત્સંગ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *