ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના ચમત્કારો અને રહસ્યો

જગન્નાથપુરી મંદિર

ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના ચમત્કારો અને રહસ્યો

ગુજજુમિત્રો, આજે હું તમને ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના ચમત્કારો તથા રહસ્યો વિષે જણાવવા માગું છું. હિન્દુ ધર્મ ના મુખ્ય ચાર ધામ બદ્નીનાથ, જગન્નાથ , રામેશ્વર અને દ્વારકા છે. તેમાંથી આજે આપણે જગન્નાથપુરી વિશે જાણવા જેવી બાબતો વાંચીશું. મને આશા છે કે તમને વાંચીને ખૂબ જ આનંદ થશે.

મંદિરની ધજા ની દિશા

આ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં પણ તેની વિપરીત દિશામાં ફરકતી રહે છે આવુ શું કામ થાય તે કોઈ ને ખબર નથી.

જગન્નાથપુરી ની ધજા


જગન્નાથ મંદિરની ધજા રોજ બદલવામા આવે છે, જો બદલવામા ન આવે તો આવતા 18 વર્ષ મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.

Car service

જગન્નાથપુરી મંદિર અને પક્ષીઓ


જગન્નાથ મંદિર ઉપર આજ સુધી ક્યારે પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપર પસાર થયુ નથી. આ પણ એક રહસ્ય કે ચમત્કાર છે.

જગન્નાથપુરી મંદિર અને દરિયાનો અવાજ


જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજા નો અવાજ આવતો હોય છે પણ તમે જેવા મંદિર ના પ્રવેશ દ્વાર ( સિંહ દ્વાર) માં તમારો એક પગ મુકો એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે. પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિરના દ્વાર બહાર કાઢો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે. આજ સુધી આનુ રહસ્ય કોઈને ખબર નથી.

મંદિરનો પડછાયો

જગન્નાથ મંદિર 214 ફૂટ ઉંચુ છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલુ છે. પરંતુ આ મંદિરનો પડછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી . આ ચમત્કારનું કારણ આજ સુધી કોઈ કહી શકયુ નથી.

ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના દર્શન

પ્રસાદ નું અક્ષયપાત્ર


આ મંદિરનું ભોજનાલય વિશ્વના મોટા ભોજનાલયમાં આવે છે. અહીં 500 રસોઈયા અને 300 તેમના સહાયકો કામ કરે છે.આજ સુધીમાં ગમે તેટલા ભક્તો કે લાખોની સંખ્યામાં લોકો આવી જાય તો પણ ક્યારેય ભોજન ( પ્રસાદ) ઘટ્યો નથી. જેવા મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન ( પ્રસાદ) આપોઆપ સમાપ્ત થઈ જાય છે એટલે ક્યારેય પણ બગાડ થતો નથી.આ પણ એક ચમત્કાર છે.

ભોજન બને છે ચૂલા ઉપર સાત વાસણો મૂકીને


જગન્નાથ મંદિરમાં ભોજન ( પ્રસાદ) માટીના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે. ચૂલા ઉપર એકની ઉપર એક એમ કુલ 7 વાસણો ભોજન પકવવા માટે રાખવામાં આવે છે. પણ સૌથી ઉપર 7 નંબરના વાસણમાં રાખવામાં આવેલ ભોજન પેહલા પાકે છે. ત્યારબાદ 6 પછી 5 એમ ક્રમ સહ 4, 3, 2 અને છેલ્લે 1 નું ભોજન પાકે છે. ખરેખર તો 1 નંબરના વાસણનું ભોજન પહેલા પાકવુ જોઈએ પછી 2 અને પછી 3 અને 4 , 5,6 અને છેલ્લે 7 હોય કારણ કે 1 નંબરના વાસણને અગ્નીનો તાપ સૌથી વધારે લાગે છે .પણ આવું થતુ નથી 7 નું વાસણ પહેલા પાકે છે. આ પણ મોટો ચમત્કાર છે આવુ શું કામ થાય છે એ કોઈ કહી શકતુ નથી.

લાકડાની મૂર્તિમાં ભગવાન શ્રી કૃષ્ણ નું હૃદય

શ્રી કૃષ્ણ ભગવાનનું મુત્યુ થયું ત્યારે તેમનુ શરીર પંચતત્વોમાં વિલીન થઈ ગયુ. પણ તેમનુ હૃદય ધબકતું રહ્યુ એ ત્યાંની લાકડાની મૂર્તિમાં છે. મંદિરમાં શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર (બલરામ કે બલદેવ) અને તેમની બહેન શુભદ્રાની લાકડાની મૂર્તિ છે. કોઈ મંદિરમાં ભગવાનની લાકડાની મૂર્તિ ના હોય પણ અહીંયા છે.

આંખો પર પટ્ટી બાંધી ને પૂજારી મૂર્તિ બદલે છે!

દર 12 વરસે મૂર્તિ બદલી દેવામા આવે છે. જ્યારે મૂર્તિ બદલવાની હોય ત્યારે મંદિર અને આખા પુરી શહેરમાં અંધારપટ કરી દેવામાં આવે છે. મંદિરની ચારે બાજુ CRPF ગોઠવી દેવામાં આવે છે. કોઈને પણ મંદિરની અંદર જવા દેવામાં નથી. ફક્ત જે પુજારીએ મૂર્તિ બદલવાની છે તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. પુજારીનો આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં પણ હાથમોજાં પહેરવામાં આવે છે.

ભગવાન ના હૃદય નો એહસાસ

જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ ( શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય ) જો જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય અને તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય. જે જે પુજારી એ મૂર્તિ બદલી તેને પૂછવામાં આવ્યુ કે તમને મૂર્તિ બદલતી વખતે શું મહેસુસ થાય છે તો તેમને એ કીધુ કે જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ (શ્રી કૃષ્ણ નુ હૃદય) કાઢીને નવી મૂર્તિ ચડાવીએ છીએ ત્યારે હાથમાં સસલા જેવું કોઈ ઉછળતું એવુ લાગે છે બીજી કાઈ ખબર પડતી નથી. આજ સુધી બ્રહ્મ પદાર્થ નુ રહસ્ય અકબંધ છે.


જગન્નાથપુરી મંદિર માં પ્રવેશ કરવા માટે કડક નિયમો

આ મંદિરની અંદર 1984માં ભારતના ત્યારના પ્રધાનમંત્રીને પ્રવેશ આપવામાં દેવામાં આવ્યો ન હતો આવ્યો કારણ કે આ મંદિરમાં બોર્ડ લાગેલું છે કે હિન્દુ સનાતન ધર્મ કે હિન્દુ , શીખ , બૌદ્ધ અને જૈન સિવાય કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. 2005માં થાઇલેન્ડની મહારાણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી પણ વિદેશી હોવાથી તેને પ્રવેશ આપવામાં ન હતો આવ્યો. 2006 માં સ્વિઝરલેન્ડના એક નાગરિક એ જગન્નાથ મંદિરમાં 1 કરોડ 78 લાખનું દાન આપ્યુ હતુ પણ તે ઇશાઇ હતો એટલે તેને પણ પ્રવેશ આપવામાં ન હતો આપ્યો. જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે સત્તા , તાકાત કે ધન સંપત્તિ કે ગમે તે હોય કોઇનું કાંઈ હાલતું જ નથી.

જય જગન્નાથ!

Also read: મંદિર ના ઓટલે શા માટે બેસીએ છીએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *