છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

છાશ પીવાના આયુર્વેદિક ફાયદા

છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

આયુર્વેદ માં છાસ ની તુલના અમૃત સાથે કરવામાં આવી છે. ગુજરાતીઓ તેમાં પણ કચ્છી પટેલો ના કાર્યક્રમ માં મોઘું જમણ હોય પરંતુ તેમાં છાસ ન હોય તો તે જમણ અધુરું લેખાય છે. આ આપણા વડિલોએ આપેલી અમુલ્ય ભેટ છે જેના દૈનિક સેવનથી તબિયત સારી રહે છે અને જો તેનું વિધિવત સેવન કરવામાં આવે તો પૈસાની પણ બચત થાય. આવો જાણીએ છાશ પીવાના આયુર્વેદિક ફાયદા.

છાશ માં રહેલા પોષક તત્ત્વો

છાસમાં વિટામિન બી-12, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો દુખાવો મટાડે છે. શરીરનું તાપમાન ને કંટ્રોલ માં રાખે છે જેથી સરસ નિદ્રા આવે છે.

છાશ

છાશ પીવાના દસ ફાયદા

1) મોટાપો ઘટે છે.
2) વારંવાર પેશાબ ની તકલીફ વાળાઓ માટે માપસર નમક વાળી છાસ લાભદાયક છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વો ને મુત્ર દ્વારા શરીરમાંથી બારે કાઢવાની શક્તિ એકમાત્ર છાસમાં છે તો છાસનુ સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
3) છાસનુ સેવન મો માં પડતાં ચાંદા ને મટાડે છે.
4) છાસમાં કુટેલો અજમો નાખીને પીવાથી પેટમાં નાં જન્તુઓ નો નાશ થાય છે. દવાઓ લેવી નથી પડતી.
5) છાસમાં દેશી ગોળ નાખી ને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે.
6) છાસમાં જાયફળ નો ચપટી પાવડર નાખીને પીવાથી માથામાં થતો દુખાવો મટે છે.
7) ખાલી પેટ છાસ પીવાથી પેટનો દુખાવો મટે છે.
8) છાસમાં કાળીમરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત્ત તથા એસિડિટી મટે છ.
9) નાના બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે ચાર ચાર ચમચી છાસ રાહત આપે છે.
10) શરીર ના પંચકર્મ ની વાત આગળ કરીજ છે.

છાશમાં આયુર્વેદ ના પંચકર્મ ના ફાયદા રહેલા છે

જેમણે પૈસા ખર્ચીને પંચકર્મ કરાવ્યું છે તે ઓ જરરથી આ પ્રયોગ કરે તો તેમને પ્રયોગ ની ખાત્રી થશે તથા આગળ જતાં પૈસા પણ બચશે. એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એકમાત્ર છાસ ને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી ઉતારી જાય છે. ચેહરા પરના દાગ નિકળી જાય છે સાથે સાથે ચમક પણ આવે છે.

તો પછી ચાલો આજ થી જ કોલ્ડ ડ્રિંક ને કરીએ અલવિદા, અને છાશ પીવાનું શરૂ કરીએ.

Also read : ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *