કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી
કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી
કેળાં તંદુરસ્તી બકસે છે. જેમાં લોહ અને ફોસ્ફરસ મુખ્ય છે. આ સિવાય પણ તેમા પ્રોટીન, ચરબી, ખનિજ, કાબૉહાઈટર્ડ, કેલ્શિયમ હોય છે. આયુર્વેદિક અનુસાર પાકાં કેળાં શીતળ, રુચિક પુષ્ટિકારક, વીર્યવર્ધક તેમજ માંસવર્ધક હોવાથી પાચનશક્તિ તીવ્ર તેમજ સરળ બનાવી ખોરાક વધારે છે. પરિણામે વજન માં વૃદ્ધિ થાય છે. ત્વચા ચમકદાર બને છે. ચહેરા પર તાજગી વર્તાય છે. કેળાં જુવાન રાખે છે ઉપરાંત કેળા ખાવાથી નીચેના ફાયદા મળે છે…
કેળા ના ફાયદા
- રકત વધારે છે.
- હિમોગ્લોબીન ની કમી દૂર કરે છે.
- ટીબી માં કેળાં બે માસ ખાવાથી ઘણો ફરક પડે છે.
- આંતરડા અને એસીડીટીની બિમારી દૂર કરી ઠંડક કરે છે.
- વાયુ માટે ત્રણ ચાર દિવસ ફક્ત કેળા ખાવાથી વાયુ દૂર થઈ જશે.
- કબજિયાત દૂર કરી પેટ ને ચોખ્ખુ રાખે છે.
- ખાઘ પદાર્થ ની એલર્જી, ત્વચા પર ખંજવાળ, ચાઠા પડી જતા હોય તે મટાડે છે.
- ડાયાબિટીસ, આંખ ના રોગ, પથ્થરી મટાડે છે.