શિયાળા માં ગુણકારી રાબ બનાવવાની રીત
ગુજજુમિત્રો, આજે હું તમને શિયાળા માં ગુણકારી અને કડકડતી ઠંડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી રાબ બનાવવાની સરળ રીત જણાવું છું. મને આશા છે કે તમને સ્વાદમાં તો ભાવશે પણ સાથેસાથે તમારા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે.
રાબ બનાવવાની સામગ્રી અને રીત
- ગાય ના ઘીમાં અર્ધી ચમચી બાવળનો ગુંદર , અર્ધી ચમચી સૂંઠ, નાખી એક મિનિટ સાંતળવું.
- પછી તેમાં એક કપ પાણી અને એક ચમચી ગોળ નાખી ને પાંચ મિનિટ ધીમા તાપે ઉકાળવું.
- ઉકળતા પ્રવાહીમાં એક ચમચી છીણેલું સૂકુ કોપરું ભભરાવી દો.
- છેલ્લે તેમાં બદામના ટુકડા ભરપૂર માત્રામાં નાખવા.
- આ ગરમ ગરમ રાબ શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ પી શકાય.
રાબ પીવાના ફાયદા :
- આખો દિવસ શરીર સ્ફૂર્તિલુ રહે.
- શરીર માં શક્તિ નો સંચાર થાય.
- સાંધાના દુખાવામાં રાહત થાય. ચિકનગુનિયા પછી ના દુખાવામાં પણ રાહત થાય.
- હાડકા અને સ્નાયુઓ મજબૂત બને.
- પ્રસૂતિ પછી આ રાબ 6 અઠવાડિયા પીવા થી મોટુ થયેલુ ગર્ભાશય સંકોચાઈ ને પ્રાકૃત આકાર ધારણ કરે છે
Also read : શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?